નવેમ્બર મહિનાના અતં સુધીમાં, હવામાનની દ્રષ્ટ્રિએ પાંચ વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે. હવે શિયાળામાં શું થશે તે અંગે હવામાન વિભાગે સંકેત આપ્યા છે અને જણાવ્યું છે કે કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે.
આજે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ–કાશ્મીરમાં પ્રવેશી શકે છે. જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફાર આગામી ૯૬ કલાક સુધી ચાલશે.
ખાસ કરીને ઐંચાઈવાળા વિસ્તારોમાં વધુ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઈ શકે છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાયોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે.
છેલ્લા ૧૦ વર્ષની વાત કરવામાં આવે તો ડેટા એનાલિસિસ દ્રારા માહિતી પૂરી પાડવા સિવાય,હવામાન ખાતાની મોસમી આગાહીઓ ઘણીવાર ખોટી સાબિત થઈ છે. હવામાન કયારે અને કયો વળાંક લેશે તે નક્કી કરવામાં ઘણીવાર ભૂલ થઈ જાય છે. 'મૌસમ'એ દિલ્હીના લોકોને સેંકડો વખત મૂર્ખ બનાવ્યા છે. નવેમ્બરના છેલ્લા દિવસે, એવું બહાર આવ્યું હતું કે સામાન્ય મહિનાઓ કરતાં વધુ ગરમ થવાનું વલણ ચાલુ રહેવાની સાથે, ૨૦૨૪ માં નવેમ્બર મહિનો છેલ્લા ૫ વર્ષમાં સૌથી ગરમ હતો, જેમાં દિવસ અને રાત્રિનું તાપમાન સૌથી વધુ હતું.
નવેમ્બર મહિના માટે સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૪.૯ ડિગ્રી સેલ્સિયસ હતું, જે ૧૩ ડિગ્રી સેલ્સિયસની લાંબા ગાળાની સરેરાશ કરતાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસ વધુ છે. એ જ રીતે, સરેરાશ મહત્તમ તાપમાન ૨૯.૫ ડિગ્રી સેલ્સિયસ હતું, જે એલપીએ કરતાં ૧.૧ ડિગ્રી વધારે હતું, જે ૨૦૧૯ પછીનો સૌથી ગરમ નવેમ્બર છે.
જો કે લઘુત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો ૨૫ નવેમ્બરે શ થયો હતો, યારે તે ૧૪ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, અને ઠંડા ઉત્તર–પશ્ચિમ પવનો અને સ્વચ્છ રાત્રિના આકાશને કારણે સતત ઘટાડો થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્તમાન ઠંડી નવેમ્બરના અંતમાં સામાન્ય છે, પરંતુ વરસાદ અને હિમવર્ષાના અભાવને કારણે, આ મોસમ સામાન્ય કરતાં વધુ ગરમ છે.જો કે હવે હવામાન વિભાગે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech