હવે ફરી ભારતીય નાગરિક બનવા માંગે છે અક્ષય કુમાર, પણ જાણો શા માટે તેણે અપનાવી હતી કેનેડાની નાગરિકતા

  • February 24, 2023 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અક્ષય કુમાર બોલિવૂડનો ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેના ઘણા ચાહકો છે. હાલમાં, અભિનેતા તેની લેટેસ્ટ ફિલ્મ સેલ્ફીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ બધાની વચ્ચે અક્ષયે એક ઈન્ટરવ્યુમાં પોતાની કેનેડાની નાગરિકતા વિશે વાત કરી છે. અક્ષય કુમાર તેના કેનેડિયન પાસપોર્ટને કારણે ઘણી વખત ટ્રોલ થયા છે.ત્યારે 'સેલ્ફી' અભિનેતાએ ટ્રોલને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. અક્ષયે ખુલાસો કર્યો છે કે તેણે પાસપોર્ટ બદલવા માટે અરજી કરી છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમારે કહ્યું હતું કે 'ભારત જ તેના માટે સર્વસ્વ છે'. તેણે એમ પણ કહ્યું કે જ્યારે તેના કેનેડિયન પાસપોર્ટ વિશે મજાક કરવામાં આવતી ત્યારે તેને 'ખરાબ' લાગતુ હતુ. અક્ષયે કહ્યું, “મારા માટે ભારત જ સર્વસ્વ છે. મેં જે કંઈ કમાવ્યું છે, મને જે મળ્યું છે તે અહીંથી જ છે અને હું નસીબદાર છું કે મને પાછું આપવાનો મોકો મળ્યો. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વિના કંઈક કહે છે ત્યારે તમને ખરાબ લાગે છે."
​​​​​​​

ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમારે એ પણ ખુલાસો કર્યો કે તેને કેનેડિયન પાસપોર્ટ કેવી રીતે મળ્યો. તેણે કહ્યું કે આ બધું ત્યારે થયું જ્યારે તેની 15 થી વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ. અક્ષયે કહ્યું, "મેં વિચાર્યું, 'ભાઈ, મારી ફિલ્મો ચાલી રહી નથી અને કામ કરવું પડશે. હું કામ માટે ત્યાં ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે મને કહ્યું, અહીં આવ. મેં અરજી કરી અને મને મળી. મારી પાસે માત્ર બે જ ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી અને તે બંને સુપરહિટ બની એ માત્ર નસીબ હતું. અક્ષય આગળ કહે છે, “હું ભૂલી ગયો હતો કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારે આ પાસપોર્ટ બદલવો જોઈએ, પણ હા, હવે મેં મારો પાસપોર્ટ બદલવા માટે અરજી કરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સેલ્ફી' આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટીએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. કોમેડી-ડ્રામા ફિલ્મનું દિગ્દર્શન રાજ મહેતાએ કર્યું છે. 'સેલ્ફી' એ 2019ની મલયાલમ ફિલ્મ 'ડ્રાઇવિંગ લાઇસન્સ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. આ સિવાય અક્ષય કુમારે પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથે 'હેરા ફેરી 3'નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application