સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છવાયો છે ત્યારે તેની વચ્ચે પણ વિશ્વના નંબર વન તેમજ પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે આ મહિને એક્ઝિબિશન એડ્રિયા ટૂર ચેરિટી ટેનિસ ટૂરનું આયોજન અંતર્ગત ભાગ લીધો હતો. જેમાં તેમની સાથેટૂર્નામેન્ટમાં ત્રણ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવ, બોર્ના કોરિચ અને વિક્ટર ત્રોઈકીએ ભાગ લઈ ચુક્યા છે.
જાન્કોવિચ પોતે જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની મંગળવારે પૃષ્ટી કરી હતી.તેમણે આઠમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી.જોકોવિચના નામે અત્યાર સુધીમાં 17 ગ્રાન્ડ સ્લેમ નોંધાયા છે. તેણે 8 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 વિમ્બલ્ડન, 1 ફ્રેંસ ઓપન અને 3 યુએસઓપનમાં જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ત્રણ ખેલાડી અગાઉથી જ સંક્રમિત થઈ ચુક્યા છે. આ ઘટનાને પગલે ટેનિસ જગતમાં હાહાકાર છવાયો છે.
તેમની સાથે ભાગ લેનાર અને સંક્રમિત થયેલા ખેલાડીઓના નામ બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવ, ક્રોએશિયાના બોર્ના કોરિચ અને સર્બિયાના વિક્ટર ત્રોઈકી છે. આ ઉપરાંત વિક્ટરની સગર્ભા પત્નીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકોવિચે કોરોના પોઝિટિવ દિમિત્રોવ સાથે બાસ્કેટબોલ રમ્યો હતો. તેની આ ભૂલ તેને નડી ગઇ હતી.
આ તમામ સ્થિતિ વચ્ચે બ્રિટનના ખેલાડી ડેન ઈવાંસે વર્લ્ડ નંબર-1 જોકોવિચને જ જવાબદાર ગણાવ્યો છે. ગયા સપ્તાહે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થયો હતો. તેમા દિમિત્રોવ સાથે જોકોવિચ, એલેક્ઝાન્ડર જ્વેરેવ અને મેરિન સિલિચ બાલ્કેટબોલ રમતા દેખાયા હતા.સંક્રમિત ખેલાડીઓ સાથે રમવાથી આ સંક્રમણનો ભોગ તે બન્યો હતો એ બાબત સ્પષ્ટ થઈ છે.
જ્યારે દિમિત્રોવે સાથી ખેલાડીઓનો ટેસ્ટ કરવાની વાત કહી હતી, તે દરમિયાન દિમિત્રોવે ઈસ્ટાગ્રામ પર કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે હું મારા ચાહકો અને મિત્રોને જાણકારી આપવા માંગતો હતો કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઈચ્છું છું કે જે લોકો તાજેતરના દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા તેમણે ચોક્કસપણે સાવચેતીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ. જો મારે લીધે તમને કોઈ નુકસાન થયું હોય તો હું માફી માંગુ છું. હું રિકવર થઈ રહ્યો છું. તમારા તરફથી જે સહયોગ મળ્યો તે બદલ આભાર.
જોકોવિચે અત્યાર સુધીમાં17 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. આ વર્ષની શરૂઆતમાં રેકોર્ડ વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ આઠમી વખત જીત્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech