કુખ્યાત જયેશ પટેલની ટોળકી રાજકોટમાં રિમાન્ડ માટે રજૂ

  • October 28, 2020 02:04 AM 745 views

 

જામનગર પંથકમાં ખોટા દસ્તાવેજો બનાવી અવનવા જમીન કૌંભાંડો હત્યા સહિતની પૂર્વ યોજનાઓ ઘડીને જુદી જુદી ગુનાખોરી આચરનારા મોટામાથા જયેશ પટેલ સહિત 14 શખસો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયા બાદ પકડાયેલા કોર્પોરેટર, હેડ કોન્સ્ટેબલ, બિલ્ડર, પત્રકાર સહિત 9 આરોપીને આજે રાજકોટ સ્પે.ડેઝિગ્નેટેડ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ એન.એલ.ઠક્કરની કોર્ટમાં રજૂ કરાયા છે અને આ લખાય છે ત્યારે બપોરે 3.30 કલાકે બન્ને પક્ષે ધારદાર સુનવણી ચાલી રહી છે.


ગેંગ બનાવીને ગુનાખોરી આચરતા તત્વો સામે પ્રવર્તમાન કાયદાની અને સજાની જોગવાઈ તેમજ પુરાવાના માપદંડ ઓછા પડતા હોવાથી ગુજરાત સરકારે વર્ષ 2015માં ગુજસીટોક (ગુજકોટ) નામનો કાયદો ઘડયો હતો. તેને 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી હતી.


આ કાયદા હેઠળ ત્રાસવાદી કૃત્ય અને સંયોજિત ગુના (ઓર્ગેનાઈઝડ ક્રાઈમ) આચારતા આરોપીઓ વિધ્ધ ફાંસી તેમજ આજીવન કેદની સજાની અને 10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. દરમિયાન ઓર્ગેનાઈઝડ ક્રાઈમનો કાળો કેર વતર્વ્યિો છે, તેમાં 13 આરોપીઓના સામે ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જામનગર કોર્પોરેટર અતુલ ભંડેરી બિલ્ડર નીલેશ ટોળિયા, હેડ કોન્સ્ટેબલ વશરામ મિયાત્રા સ્થાનિક દૈનિક પત્રના માલિક પ્રવીણ ચોવટિયા વગેરેનો સમાવેશ થતો હતો તેમાં કુલ 8 શખસોને જામનગર એસપી દીપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ અટક કરીને રાજકોટમાં સૌરાષ્ટ્રની ડેઝિગ્નેટેડ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કયર્િ હતા તેમાં 20 દિવસની રિમાન્ડ માગવામાં આવી હતી. જામનગરના ઓર્ગેનાઈઝડ ક્રાઈમના ચકચારી બનાવમાં આરોપી જેશ પટેલે પુષ્કળ સ્થાવર મિલકતોના ખોટા દસ્તાવેજો બનાવી મુળ માલિકને અપહરણ કરીને સમાધાન કરવા મજબુર કરવાના કિસ્સાઓ બહાર આવ્યા છે તેમજ સ્થાનિક વેપારીઓને ધાકધમકી આપી મોટી રકમ પડાવી લીધાના અનેક બનાવો પોલીસના ધ્યાને મુકાયા હતા. આ ઉપરાંત જામનગરના વકીલ કિરીટ જોષીની હત્યામાં પણ આ ગેંગની સંડોવણી છે. જયેશ પટેલ જે ગેંગ બનાવીને કાયદાની જોગવાઈ મુજબ આરોપીઓની કબુલાત કરવામાં ગ્રાહ્ય હોવા ઉપરાંત આરોપીઓ લાંબા સમયથી નાસતા ફરતા હોવાથી તમામને મદદગારી કરનારા સાગરિતોની પણ ભાળ મેળવવી જરી હોય તેથી તમામને 20 દિવસ રિમાન્ડ ઉપર મેળવવાની માગણી કરાઈ હતી. જે પૈકી નીચે મુજબના આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીઓ સબબ કાર્યવાહી ચાલુમાં છે.
આ કામમાં સરકાર પક્ષે રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ જ્યારે બચાવ પક્ષે એડવોકેટસ કમલેશ શાહ, અર્જુન પટેલ, જામનગરના વી. એચ. કનારા, ડાંગરભાઇ રોકાયા હતા.

 

  • આ રહ્યા 14 આરોપીઓના નામ

(1) જયેશ પટેલ જામનગર
(2) અતુલ ભંડેરી રહે.નંદનવન સોસાયટી શેરી નં.4 રણજીત સાગર રોડ
(3) વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા રહે.જામનગર
(4) નિલેશભાઈ ટોળિયા રહે.સમંકિત-1 હાથી કોલોની બ્રહ્મકુમારી આશ્રમ સામે
(5) મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી રહે.183, સિધ્ધિ પાર્ક મેહલનગર પાછળ
(6) પ્રવિણભાઈ પરસોતમભાઈ ચોવટિયા રહે.દ્રષ્ટિ પટેલ પાર્ક
(7) જિગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતિયા રહે.501 પંચવટી સોસાયટી
(8) અનિલ જ/ઘ/ઓ મનજીભાઈ  પરમાર સતવારા રહે.જડેશ્ર્વર પાર્ક-2
(9) પ્રફુલ્લભાઈ જયંતીભાઈ પોપટ રહે.359 કંચનજંગા એપાર્ટમેન્ટ
(10) યશપાલસિંહ જાડેજા રહ.4614 ન્યુ વિનાયક પાર્ક-1, ગરબી ચોક
(11) જશપાલસિંહ જાડેજા રહે. ન્યુ.વિનાયક પાર્ક-1, ગરબી ચોક રોડ
(12) રમેશભાઈ વલ્લભભાઈ અભંગી રહે. કેવલિયાવાડી-1, અમ્યુઝમેન્ટ પાર્ક
(13) સુનિલ ગોકલદાસ ચાંગાણી રહે.અમૃત બેન્ક કોલોની ઓધવરામ એપાર્ટમેન્ટ
(14) વસંતભાઈ લીલાધરભાઈ માનસતા રહે.ખારવા ચકલા રોડ.

  • ગુજરાતમાં ગુજસીટોક હેઠળનો ચોથો કેસ

ગુજરાતમાં 2019 ની સાલથી અમલમાં આવ્યા બાદ આજ સુધીમાં કુલ ચાર કેસ આ કાયદા હેઠળ નોંધાયા છે. જેમાં અમદાવાદના બેંક વિશાલ ગોસ્વામી, અમરેલીમાં સોનુ ડાંગર, રાજકોટમાં નવા થોરાળા પોલીસ સ્ટેશનમાં ભીખુદાન ઉર્ફે લાલો સહિતની ગેંગ બાદ આ જામનગરની ગેંગ સામે કેસનો સમાવેશ થાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application