નામચીન ભુપત ભરવાડનો જેલમાંથી કબજો લઇ આકરી પૂછપરછ

  • October 28, 2020 02:04 AM 805 views
  • આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરાશે: રાકેશ પોપટ સહિતના ભુપતના અન્ય સાગરીતો  ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચે ચાર ટીમ બનાવી: ભુપત સાથે અંગત સંબંધ ધરાવતા પોલીસ સ્ટાફ સામે ટૂંક સમયમાં કાર્યવાહીના સંકેત


વ્યાજખોર ભરવાડ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે જેલહવાલે થયેલા પોપટ ભરવાડ નો જેલમાંથી કબજો લીધો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા ભૂપતના અન્ય સાગરીતોને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ કામે લાગી છે. ભુપત ભરવાડ અને તેની ટોળકી ઉપર કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રો ગતિમાન કયર્િ છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ભુપત ભરવાડ વિરુદ્ધ વધુ ફરિયાદો થાય તેવી શક્યતા છે. ભુપત અને તેની ટોળકીનો શિકાર બનેલા રમેશભાઇ મોહનભાઈ અજાણી એ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ ભુપત વિરમ બાબુતર ભરવાડ અને રાકેશ ધીરજલાલ પોપટ તેમજ સામા કાંઠે ચાંદી નો વેપાર કરતા રાજુ ગોસ્વામી તેના ભાઈ હિતેશ ગોસ્વામી તેમજ સદર બજારમાં ધરમ સિનેમા વાળી શેરીમાં દૂધની ડેરી ધરાવતો મુકેશ ઝાપડા એ રમેશભાઈ અજાણી ની બેડી ગામે સંયુક્ત માલિકીની ખેતીની જમીન સર્વે નંબર 40 પૈકી 3 એકર અને 17 ગુઠા માંથી એક એકર જમીન ગીરવે મૂકી એક કરોડ વ્યાજે લીધા હોય જેમાં ભુપત ભરવાડ અને તેની ટોળકીએ 3 એકર અને 17 ગુઠાનો દસ્તાવેજ કરાવી લીધો હતો.વર્ષ 2012માં એક એકર જમીન જેની કિંમત એક કરોડ હોય તેનો દસ્તાવેજ કરી આપવા જણાવતાં રાજુએ રમેશ અજાણીને તેના ભાઇ ને મળવા માટે વાત કરી હતી. રાજુ ગોસ્વામી ના ભાઈ હિતેશ ગોસ્વામીએ એક કરોડ રૂપિયા અઢી ટકા માસિક વ્યાજે આપવાના બદલામાં રમેશભાઈની પૂરેપૂરી કિંમતી જમીનનો દસ્તાવેજ કરાવી લઈ એક કરોડની રકમ અઢી ટકા વ્યાજે આપી હતી. અને આ જમીન ભુપત ભરવાડ ને વેચી નાખી હતી.રમેશભાઈએ આ જમીન વેચી તે મુદ્દલ રકમ ભરપાઈ કરવા માટે તૈયારીઓ કરી હતી.પરંતુ હિતેશ ગોસ્વામીએ ભુપત ભરવાડ ને આ જમીન વેચી નાખી હતી. ભૂપતે પોતાની ઓફિસે બોલાવી રમેશ અજાણી ને આ જમીન પોતે ખરીદી હોય તે જમીનમાં હવે પગ નહી મુકવા માટે ધમકીઓ આપી હતી. આ પ્રકરણમાં અંતે રમેશ અજાણી એ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા એસીપી ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી કે ગઢવી અને તેમની ટીમે ભુપત ભરવાડ, રાજુ ગૌસ્વામી, હિતેશ ગૌસ્વામી મુકેશ જાપડા અને રાકેશ પોપટ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અગાઉ હોટલ માલિક પાસેથી 70 લાખની ખંડણી માગવાના ગુનામાં હાલ ભુપત ભરવાડ જેલમાં હોય જેનો ક્રાઈમ બ્રાન્ચે આજે જેલમાંથી કબજો લીધો છે અને આ જમીન પ્રકરણમાં તેની પૂછપરછ કરવા માટે હવે તેની રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમ જ આ પ્રકરણમાં ભુપત ભરવાડ સાથે સંડોવાયેલા સામા કાંઠાના ચાંદીના વેપારી રાજુ ગોસ્વામી હિતેશ ગોસ્વામી અને ડેરી સંચાલક મુકેશ ઝાપડાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
શહેર પોલીસના કેટલાક અધિકારીઓ સાથે અંગત સંબંધ ધરાવતા ભુપત ભરવાડ એ પોલીસની મદદથી જ પોતાના અને ગુનાઓને અંજામ આપ્યો હોય અને કેટલાક જમીનના સોદાઓમાં પોલીસની મદદથી મોટી રકમ પણ મેળવી હોય આ પ્રકરણમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે ત્યારે હવે ભુપત ભરવાડ સાથે અંગત સંબંધ ધરાવતા મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને સ્ટાફ માં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ટૂંક સમયમાં પોલીસ કમિશનર ભુપત ભરવાડ સાથે સંબંધ ધરાવતા પોતાના જ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application