BREAKING NEWS

ચૂંટણી સંબંધી ચોપાનીયા, ભીંતપત્રો સહિતના મુદ્રણ-પ્રકાશન અંગે જાહેરનામું

  • April 06, 2026 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી સંબંધી ચોપાનીયા, ભીંતપત્રો સહિતના મુદ્રણ-પ્રકાશન અંગે જાહેરનામું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, વિગેરેના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જે અનુસાર કોઇ પણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં. અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં અને આવા હોર્ડીંગ્સની સાઈઝ ૧૫ ફૂટ બાય ૮ ફૂટ તથા કટઆઉટની સાઇઝ ૮ ફૂટથી વધવી જોઈએ નહીં. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવાની વ્યવસ્થા કરી શકશે નહીં સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. આ જોગવાઇ પુરતું. હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દતના તે પ્રમાણે અર્થ થશે.

છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખના નિયત નમૂનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે. છાપકામની કોઇપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચરિત્ર પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઇએ નહીં.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News