મનપામાં પદગ્રહણમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન નહીં

  • March 17, 2021 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ઢેબર રોડ પર ડો.આંબેડકર ભવનમાં કાર્યરત મહાપાલિકાની મુખ્ય કચેરીમાં આજે સવારે 10-30 કલાકથી 11 કલાક દરમિયાનમાં 15 કમિટીઓની બેઠક મળી હતી જેના અંતે ચેરપર્સન અને વાઈસ ચેરપર્સન વરણી કરાઈ હતી. વરણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પદાધિકારીઓએ વિધિવત પદગ્રહણ કર્યું હતું અને આ વેળાએ તેમને શુભેચ્છા આપવા માટે શહેરના તમામ વોર્ડમાંથી કાર્યકતર્ઓિ, આગેવાનો અને શુભેચ્છકો ઉમટી પડતાં કોર્પોરેશન ચોકમાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા તેમજ કચેરીના પ્રવેશદ્વારથી લઈ પદાધિકારીઓની ચેમ્બર સુધીની લાંબી લાઈન જોવા મળી હતી. સંકૂલમાં વાહન પાર્ક કરવાની જગ્યા મળવાની વાત તો દૂર પગ મુકવાની પણ જગ્યા ન રહે તેવી ભીડ ઉમટી હતી અને કોરોના ગાઈડલાઈન્સના ખુલ્લેઆમ ધજાગરા ઉડયા હતા.

 

 

મહાપાલિકાની મુખ્ય કચેરીમાં આજે સવારે 10-30 કલાકથી શહેરના ત્રણેય ઝોનના 18 વોર્ડના કાર્યકતર્ઓિ, આગેવાનો, રાજકોટ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, ટેકેદારો તેમજ શુભેચ્છકો ઉમટી પડતા સંકૂલનું પાર્કિંગ હાઉસફૂલ થઈ ગયું હતું. જ્યારે 11 કલાકે તમામ કમિટી ચેરમેનોએ પદગ્રહણ કર્યું તે વેળાએ વિશેષ સંખ્યામાં શુભેચ્છકો ઉમટી પડતા કોર્પોરેશન ચોકમાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાઈ ગયા હતા. કચેરીના મુખ્ય પ્રવેશદ્વારથી લઈ પદાધિકારીની ચેમ્બર સુધી લાંબી લાઈન જોવા મળી હતી. અનેક શુભેચ્છકો ફૂલહાર, પુષ્પગુચ્છ અને મીઠાઈના બોકસ લઈને આવી પહોંચ્યા હતા. આ વેળાએ કોરોનાની તમામ ગાઈડલાઈન્સનો મુખ્ય પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં ખુલ્લેઆમ ભંગ થયો હતો પરંતુ કોણ કોની સામે પગલાં લે ? તેવી સ્થિતિ જોવા મળી હતી. કારણ કે તમામ ત્યાં ઉપસ્થિત હતા ! આજે સવારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, જીતુ કોઠારી, શાસકપક્ષના નેતા વિનુ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ ધારાસભ્યો ભાનુબેન બાબરિયા, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલિયા, મહિલા મોરચાના અગ્રણી વંદનાબેન ભારદ્વાજ તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિવિધ કમિટીઓના ચેરપર્સન અને વાઈસ ચેરપર્સને પદગ્રહણ કર્યું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS