દેશના ટોપ–૧૦ પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું એક પણ નહી

  • December 04, 2020 11:36 AM 203 views

જો કે, દાદરા નગર હવેલીના ખાનવેલના પોલીસ સ્ટેશનને શ્રે દસમાં સ્થાન

દેશના શ્રે ૧૦ પોલીસ સ્ટેશનમાં દાદરા અને નગર હવેલીના ખાનવેલનો સમાવેશ કરાયો છે અને દેશના શ્રે પોલીસ સ્ટેશનનો તાજ મણિપુરના થૌબલ જિલ્લાના નાંગપોક સેકમાઇ પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો છે.આ યાદીમાં ગુજરાતના એક પણ પોલીસ સ્ટેશનને સ્થાન મળ્યું નથી. ૧૬,૬૭૧ પોલીસ સ્ટેશનમાંથી ૨૦૨૦ના દેશના શ્રે કામગીરી બજાવતા ૧૦ પોલીસ સ્ટેશન પસદં કરવામાં આવ્યાં હતાં.


ટોપ ટેનની યાદીમાં આવતા અન્ય પોલીસ સ્ટેશનમાં ઝીલમીલી (ભૈયા થાના)– છત્તીસગઢ, સંગવેમ (ગોવા), કાલીઘાટ (આંદામાન અને નિકોબાર ટાપુ), પેકયોંગ (સિક્કિમ), કંથ–મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ), ખાનવેલ (દાદરા અને નગર હવેલી), જમ્મુકુંટા ગામ (તેલંગણાનો કરીમ નગર જિલ્લો)નો સમાવેશ થાય છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં ગુજરાતના કચ્છની મુલાકાત દરમિયાન પોલીસ કોન્ફરન્સના ડિરેકટર જનરલ્સને આ અંગે આદેશ આપ્યો હતો. પોલીસ સ્ટેશનની કામગીરી કુશળતાપૂર્વક થાય અને તેમનામાં પણ તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ થાય એ માટે ભારત સરકાર દ્રારા દર વર્ષે દેશના શ્રે પોલીસ સ્ટેશનની યાદી તૈયાર કરવામાં આવે છે, એમ ગૃહ મંત્રાલય દ્રારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ વર્ષે કોરોના રોગચાળાને કારણે પોલીસ સ્ટેશનની પસંદગી એક પડકારજનક કામ બની ગયું હતું. શ્રે પોલીસ સ્ટેશનની પસંદગીમાં કામ પ્રત્યેની નિા અને સમર્પિતતા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. દેશના ટોપ ટેન પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન પામેલા મોટા ભાગના પોલીસ સ્ટેશન નાના શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application