નથનો ટ્રેંડ ફરી થયો પોપ્યુલર, વેડિંગ લુક બનાવશે પરફેક્ટ

  • February 04, 2020 04:01 PM 843 views

ફેશનની દુનિયામાં કોઈપણ જૂની ફેશન ક્યારે પણ કમબેક કરી શકે છે. મહિલાઓ શુંદર દેખાવવા માટે અનેક રીત ફેશન અપનાવે છે પછી તે જૂની હોય કે નવી. આ જ રીતે નાથનો ટ્રેંડ એકવાર ફરી પાછો આવ્યો છે વેડિંગ અને ટ્રેડીશનલ ફંકશનમાં આજકાલ નથને ડ્રેસ સાથે મેચ કરી પહેરવામાં આવે છે. નાથ તમારા લુકને એકદમ શાનદાર બનાવી દે છે. નાકની નાથ લગ્નના દિવસે દુલ્હનની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. સાથે જ એક પરફેક્ટ લૂક પણ આપે છે. સ્ટાઇલ અનુસાર સાચી નાથની પસંદગી કરવી મુશ્કેલ કામ છે. પરંતુ આ માહિતી અનુસાર નથની પસંદગી કરવામાં મદદરૂપ બનશે.
ચેન નથ:
આ નથની ખાસિયત એ છે કે તેને ટ્રેડીશનલ અને ફ્યુઝન ડ્રેસ સાથે પહેરી શકાય છે. તે કાફી એરોટીક લુક આપી ખુબસુરતીમાં વધારો કરે છે.
જડતાર નથ :
ગોલ્ડન જડતાર નથને થીમ પાર્ટી કે ખાસ મિત્રના લગ્નમાં પહેરી શકાય છે. આ નાથને સાડી, ચોલી કે અનારકલી ડ્રેસ સાથે પહેરી શકાય છે.
કુંદન નથ :
આ નથને લહેંગા-ચોલી કે સાડી સાથે પહેરી શકાય છે. જો તમેં રાજસ્થાની દુલ્હન છો કે તમારા લૂકને રાજસ્થાની અંદાજ આપવા માંગો છો તો આ નથ પરફેક્ટ છે.
સ્ટડ નથ :
મહારાષ્ટ્રના લૂક માટે સ્ટડ નથ એકદમ પરફેક્ટ છે આ નથની ખાસ વાત એ છે કે તમે તેને મલ્ટીકલર ડ્રેસ સાથે પણ પહેરી શકો છો. આ દરેક ડ્રેસ સાથે તમારી ખુબસુરતીમાં વધારો કરી દેશે.
મોતી નથ :
મોતીની નથ જેટલી સ્ટાઈલીશ છે તેટલી જ ફાયદેમંદ પણ છે.  સ્ટાઈલીશ લૂક સાથે તે શરીરને ઠંડક પહોચાડવાનું કામ પણ કરે છે. તેને સોલિડ ડ્રેસ સાથે પહેરી શકાય છે.
ટ્રાઇબલ નથ :
આ નથને જીન્સ કે વેસ્ટન ડ્રેસ સાથે પહેરી શકાય છે જો બુહુ લૂક ઇચ્છતા હોય તો આ નથ એકદમ પરફેક્ટ રહેશે. એક વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે ચહેરા મુજબ નથની પસંદગી કરવી જોઈએ નહિ તો તે તમારા લૂકને ખરાબ કરી શકે છે.