૮૧ તાલુકામાં સામાન્ય થી ત્રણ ઈંચ વરસાદ: મંગળવારે બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાશે

  • August 01, 2020 10:52 AM 934 views


આજથી ચાર દિવસ સૌરાષ્ટ્ર્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

સાયકલોનિક સરકયુલેશનની અસરના ભાગપે સૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડી રહ્યો છે. ૮૧ તાલુકામાં સામાન્યથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે અને આજથી વરસાદનો વ્યાપ અને માત્રા વધશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી,સુરત, ભચ, અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતા છે.મહેસાણા જિલ્લાના ખેરાલુ, પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ત્રણ ઈંચ વરસાદ પડો છે. ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના દિલ્હી ખાતેના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ઉત્તર દિશામાં આગામી તારીખ ચાર ને મંગળવારની આસપાસ નવો લો પ્રેશર એરિયા સર્જાઈ રહ્યો છે અને તેની અસરના ભાગપે આગામી દિવસોમાં ભારે વરસાદની શકયતા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application