બિનખેતીની માપણીની અરજી અરજન્ટ ગણી ૨૧ દિવસમાં નિકાલનો સરકારનો આદેશ

  • December 12, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિનખેતીની માપણીની અરજી પણ અરજન્ટ માપણી ગણાશે. એથી ખેતીની જમીનમાં વિભાજન, વેચાણ, બિનખેતી સહિતની પ્રક્રિયા ઝડપી થતા પ્રોપર્ટીકાર્ડ સત્વરે જનરેટ થશે. ફી રિસિપ્ટ જનરેટ થયાથી ૨૧ દિવસમાં જ માપણી પૂર્ણ કરવા આદેશ રાયના મહેસુલ વિભાગ દ્રારા પરિપત્ર કરીને કરવામાં આવ્યો છે.આ આદેશ પાછળનો ઉદ્દેશ્ય મહેસુલી કામગીરીમા ઝડપ લાવવાનો છે.
ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી– પાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણને તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપી જનરેટ થઈ શકે, દૂરસ્તી કમી જાસ્તી પત્રક –ની કાર્યવાહી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યેા છે.
રાજયના મહેસુલ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જમીનમાં હિસ્સા માપણીની અરજી 'અરજન્ટ' ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થયાથી ૨૧ દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એવી અરજીનો નિકાલ કરવા આદેશ થયો છે.મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી પરિપત્રનો તમામ કલેકટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને પરિપત્ર થયો છે.
પરિપત્રમાં જણાવ્યુ છે કે, રાયમાં મહેસૂલી સેવાઓ ઓનલાઈન છે. યાં જમીન દફતર કચેરીઓના હદ, હિસ્સા અને પૈકી માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયા આઈઓઆરએ પોર્ટલ ઉપર થાય છે. હાલમાં જમીન વેચાણમાં જો હિસ્સા કે પછી ૭૧૨નો કોઈ ચોક્કસ ભાગ એટલે કે પૈકીનું વેચાણ થાય તો જે તે વેચાણ હેઠળના ભાગ માટે 'હિસ્સા માપણી' કરાવવાની થાય છે. જેના માટે ગામ નમુના નંબર ૭ના બે પાનીયા અલગ કરવા માટે હાલમાં અરજન્ટ માપણી સમય મર્યાદા ૩૦ દિવસ અને સાદી માપણી માટે ૬૦ દિવસની મર્યાદા છે. મહેસૂલ વિભાગે હવે તેનો સમય ઘટાડીને ૨૧ દિવસ કર્યેા છે. આથી હવેથી ગામ નમુના નંબર–૭ પૈકીની કેટલીક જમીનનું વેચાણ થાય તો તે સંજોગોમાં હિસ્સા માપણીની 'અરજી અરજન્ટ' માપણી ગણીને નિર્ણય કરવા આદેશ કરાયો છે. નવા આદેશ મુજબ હિસ્સા માપણીની અરજીનો સ્ક્રુટિની થયા બાદ, તેનો સ્વિકાર કર્યા બાદ જમીન દફતર અધિકારીઓને માપણી ફી રિસિપ્ટ જનરેટ થયેથી ૨૧ દિવસમાં જ અરજીનો નિકાલ કરવાનો રહેશે.
બિનખેતીની માપણીની અરજી પણ અરજન્ટ માપણી ગણાશે. એથી ખેતીની જમીનમાં વિભાજન, વેચાણ, બિનખેતી સહિતની પ્રક્રિયા ઝડપી થતા પ્રોપર્ટીકાર્ડ સત્વરે જનરેટ થશે. જેનાથી બાંધકામ ક્ષેત્રના ઉધમીઓ તેમજ મિલકત વસાવનાર ગ્રાહકોને સમય અને આર્થિક ભારણમાં મોટી રાહત મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News