દેશમાં રાજકોટ સિવાય ક્યાંય મ્યુકરમાઈકોસીસના મફતમાં ઓપરેશન થયા નથી

  • August 19, 2021 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કપરા સમયગાળામાં રાજકોટના ડોક્ટરોએ બજાવેલી ફરજની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભરપેટ પ્રશંસા કરીને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ક્યાંય મ્યુકરમાઈકોસીસના ઓપરેશનનો મફતમાં થયા નથી. એકમાત્ર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવું બન્યું છે અને 150 દર્દીઓના મફત ઓપરેશન કરવામાં આવ્યા છે. આ કામમાં રાજકોટના ખાનગી ડોક્ટરોનો મોટો અને મહત્વનો ફાળો રહ્યો છે.

 

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેર બધા માટે નવી હતી. રાજકોટમાં જે કામગીરી થઇ છે તે પ્રકારની કામગીરી દેશના અનેક શહેરો માટે મોડેલ રૂપ બની રહી હતી. રાજકોટના 250 ખાનગી ડોકટરોએ સરકાર દ્વારા બનાવવામાં આવેલી સમરસ હોસ્ટેલમાં મફતમાં સેવા આપી છે અને દિવસ-રાત જોયા વગર કામ કર્યું છે. રાજકોટમાંથી 10000 પીપીઈ કીટ રાજકોટના ડોક્ટરોએ બનાવીને સરકારને મોકલી છે.

 

800 ની કેપેસીટી વાળા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં અલગ અલગ બ્રાન્ચના ૪૦૦ જેટલા ડોક્ટરો સોશ્યલ ડીસ્ટન્સ જાળવી, માસ્ક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનની જવાબદારી ભાજપના ડોક્ટર સેલના પ્રદેશ કન્વીનર ડોક્ટર અતુલભાઈ પંડ્યાને આપવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં એલોપેથી ડોક્ટરો ઉપરાંત હોમીઓપેથી, આયુર્વેદ, પંચકર્મ,ફિઝીયોથેરાપી અને ડેન્ટિસ્ટ એસોસિએશનના ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS