મેડિકલ કિલનીક અને મેડિકલ સ્ટોર ખાતે મંડપ બાંધવા પૂર્વ મંજૂરીની જરૂર નથી, ચાર્જમાંથી પણ મુકિત

  • April 22, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં હાલ નાના મોટા મેડિકલ કિલનિક અને મેડિકલ સ્ટોર ખાતે વધુ સંખ્યામાં નાગરિકો એકત્ર થઇ રહયા છે. આવા કેટલાક કિલનિક અને મેડિકલ સ્ટોર ખાતે ઉનાળાના હાલના સમયમાં છાંયડાની સગવડતા કરવામાં આવી રહી છે.

 


યારે અન્ય કેટલાક સ્ટોર કે કિલનિક ખાતે લોકોને તડકામાં ઉભા રહેવું પડે છે ત્યારે આ સંજોગોને નજર સમક્ષ રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મેડિકલ કિલનિક અને મેડિકલ સ્ટોર ખાતે લોકો માટે છાંયાની વ્યવસ્થા કરવા મંડપ નાંખવા માટે રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વમંજુરી લેવામાંથી અને મંડપ નાંખવા માટેના મનપાના ચાર્જ ચૂકવવામાંથી તબીબો અને મેડિકલ સ્ટોરના સંચાલકોને મુકિત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે, તેમ માન. મેયરશ્રી ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે એક સંયુકત યાદીમાં જણાવેલ છે. વિશેષમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટોર અને મેડિકલ કિલનિક ખાતે વધુ સંખ્યામાં લોકો એકત્ર થઇ રહયા હોઈ ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસ કરવામાં આવે તે પણ એટલું જ જરી છે.   

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS