બ્યુટીપાર્લર બંધ છે પણ ઘરમાં ચંદન તો છે ને ? : ચંદનના ઉપયોગથી ત્વચાને આ રીતે બનાવો તંદુરસ્ત અને ચમકતી

  • May 14, 2021 08:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળમાં બ્યુટી પાર્લરમાં જઈ શકાતું નથી અને ગરમીના કારણે ત્વચા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જો તમારી સમસ્યા પણ આવી જ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણે અહીં તમારા ઘરમાં પૂજા સ્થાનમાં રહેલા ચંદનના જ કેટલાક એવા ઉપાય આપ્યા છે જેથી તમે તંદુરસ્ત અને ચમકતી ત્વચા ઘરે જ મેળવી શકશો. આ ઉપાય ત્વચાને ઠંડક પ્રદાન કરે છે અને સ્વસ્થ બનાવે છે. 

 

ચંદનનું તેલ : ચંદનના તેલનું માલિશ કરવું. ચંદનના તેલમાં સેન્ટેલો નામનું સુગંધી આપનાર દ્રવ્ય હોય છે. ચંદનનું તેલ ઉત્તેજક અને ચેપનો નાશ કરનાર છે. બીજા તેલ અને અર્ક સાથે સરળતાથી ભળી જવાના કારણે અન્ય તેલ સાથે મિક્સ કરીને માલિશ કરવાથી ત્વચા સુંગંધિત અને સ્વસ્થ બને છે. 

 

ચંદનનો લેપ : ચંદનના લાકડાને ઓરસિયામાં ઘસીને જે ચંદન ઉતારવામાં આવે છે તેનો લેપ ત્વચા ઉપર લગાવવાથી શરીરમાં ઠંડક મળે છે. તેનાથી બહું જલ્દી રૂઝ આવે છે અને તે કુદરતી ચેપનાશક તથા જંતુનાશક છે. અળાઇઓ માટે ચંદનનો લેપ તે બહુ જાણીતો પ્રયોગ છે. ચંદન વધુ પ્રમાણમાં થતો પરસેવો રોકે છે આથી અંડર આર્મ્સમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ચંદન ચેપનાશક ગુણોને કારણે ચકામા, ડાઘ, ધબ્બા, ખીલ, બ્લેક હેડસ અને ચામડીની બીજી તકલીફો દૂર કરવા ઉપયોગી  છે. ચામડીની કુદરતી ચિકાશને તેજ લાવવા ઉપયોગી છે.

 

ચંદનનું પેક : એક ચમચી ચંદન પાવડરમાં એક ચમચી મધ અને અડધી ચમચી હળદર નાંખી બરાબર મિકસ કરી મોં તથા ગરદન પર લગાવી ૨૦ મિનિટ રહેવા દેવું ત્યારબાદ ઠંડા પાણીથી ધોઇ નાંખવું. તેનાથી ચામડીમાં તાજગી અનુભવાશે. ત્યારબાદ બે ચમચા ચણાના લોટમાં અડધી ચમચી ગુલાબજળ, ગ્લિસરીનના 4 ટીંપાં, ૨  ચમચી પાણી તથા એક ચમચી ચંદન પાવડર નાંખી લેપ બનાવી મોં પર લગાવી સુકાવા દો. સૂકાયા બાદ નળનું પાણી મોં પર છાંટીલેપ ભીનો કરવો પછી આંખો બંધ રાખી ભીના ટુવાલ અથવા નેપકીનથી કાઢી નાંખવું અને પછી પાણીથી બરાબર મોં ધોઇ નાંખવું. આ પ્રયોગથી યુવાનો ખીલ મટાડી શકે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS