રાજ્યમાં લોકડાઉન થવાનું નથી પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

  • March 20, 2021 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતાં લોકોમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે. તેમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરતમાં મોલ અને મલ્ટીપ્લેક્ષ બંધ રહેવાની વાત બાદ લોકોમાં ભય હતો કે લોકડાઉન ફરીથી જાહેર કરવામાં આવશે. જો કે આજે રાજ્યના મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈ લોકડાઉન થવાનું નથી. શનિવાર અને રવિવાર મોલ અને મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે. 

 

 

આ સાથે જ તેમણે કહ્યું હતું કે લોકોએ પણ માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવી સાવચેતી રાખે તે જરૂરી છે.  તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય બહારથી પણ જે લોકો આવે છે તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં પણ તમામ હોસ્પિટલને પણ પુરતી વ્યવસ્થા અને ડોક્ટર્સને તૈનાત કરાયા છે. 

 

 

આ તકે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપે તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે. લોકોએ લોકડાઉનની વાતથી ગભરાવું નહીં પરંતુ માસ્ક પહેરી અને સાવચેતી રાખવી. જોકે આ બીજી વખત છે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન થવાનું નથી. દિવસે પણ કોઈપણ પ્રકારનો કર્ફ્યુ નથી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS