કોરોનાકાળમાં મોટી રાહત, માર્ચ-એપ્રિલનું GSTR-3B ફાઈલ કરવા પર નહીં ભરવી પડે લેટ ફી, આટલા દિવસની મળી છૂટ

  • May 03, 2021 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જેમણે માર્ચ અને એપ્રિલ 2021 માટે ટેક્સ ભર્યો નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. આવા લોકો હવે લેટ ફી ચુકવ્યા વિના GSTR-3B રિટર્ન ભરી શકશે. તેમને વ્યાજ પણ ઓછું ભરવું પડશે. 

 

 

કેન્દ્ર સરકારના જણાવ્યાનુસાર 5 કરોડથી વધુ વાર્ષિક કારોબાર કરનારને માર્ચ અને એપ્રિલનું GSTR-3B અને ટેક્સ ભરવા લેટ ફી વિના 15 દિવસનો વધુ સમય આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ત્યારબાદ પણ 15 દિવસની અંદર તેઓ 9 ટકા લેટ ફી ભરી અને રિટર્ન ફાઈલ કરી શકે છે. 15 દિવસ પછી તેમને 18 ટકાના દરથી ચુકવણી કરવી પડશે. 

 

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ 1 મેના રોજ આ સૂચના જાહેર કરી હતી. ટેક્સ ભરનારને 18 મે 2021 સુધી છૂટ આપવામાં આવી છે. આ સમય  સુધીમાં તેઓ માર્ચ અને એપ્રિલ 2021ના રિટર્ન ફાઈલ કરી શકે છે. આ ઉપરાંત એપ્રિલના સેલ્સ રિટર્નની અવધિ 11 મેથી લંબાવી 26 મે કરવામાં આવી છે. કંપોઝિશન ડીલર્સ માટે જીએસટીઆર-4 દાખલ કરવા માટે 31 મે 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021