રાજકોટ યાર્ડમાં કાલથી માસ્ક વિના નો-એન્ટ્રી

  • April 07, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક હદે પ્રસરતા બોર્ડ ઓફ ડિરેકટર્સનો નિર્ણય


રાજકોટના બેડી માર્કેટ યાર્ડ તેમજ જૂના યાર્ડમાં આવતીકાલથી માસ્ક પહેયર્િ વિના આવનાર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવા બોર્ડ ઓફ ડિરેકટર્સે નિર્ણય કર્યો હોવાનું ચેરમેન ડી.કે.સખિયાએ જણાવ્યું હતું.

 


રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક હદે પ્રસર્યું હોય તેમજ બેડી યાર્ડના અનાજ વિભાગ અને જૂના યાર્ડના શાકભાજી વિભાગમાં દરરોજ 8થી 10 હજાર નાગરિકોની અવરજવર રહેતી હોય સંક્રમણ ફેલાતું રોકવા આ નિર્ણય કરાયો હોવાનું જણાવી ચેરમેન ડી.કે.સખિયાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેયર્િ વિના પ્રવેશ નહીં અપાય એટલું જ નહીં માસ્ક પહેર્યું ન હોય તેને ા.50નો દંડ પણ કરાશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડના ડિરેકટર્સ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અનેક વેપારીઓ અને કમિશન એજન્ટો કોરોનાગ્રસ્ત બન્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
મહત્વપૂર્ણ છે કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં માસ્ક ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેની અમલવારી કરાવવી વિશેષ જરી છે. તદઉપરાંત સેનિટાઈઝેશન માટે પણ યોગ્ય વ્યવસ્થા નિમર્ણિ કરવા વ્યાપક લોક માગણી ઉઠી રહી છે. દરરોજ યાર્ડમાં પ્રવેશતા 10 હજાર નાગરિકોની વચ્ચે યાર્ડના કર્મચારીઓ મોતના મુખમાં કામગીરી કરી રહ્યા છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS