રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં મુલાકાતીઓ માટે પ્રવેશબંધી

  • April 07, 2021 12:10 AM 

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં જે પ્રમાણે કોરોનાવાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં અરજદાર મુલાકાતી માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. 15 એપ્રિલ સુધી અરજદાર મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુલાકાતીઓને બહુ જરૂરી કામ હોય તો ફોન દ્વારા અપોઈન્ટમેન્ટ લઈ પ્રવેશ આપવામાં આવશે. પરંતુ પ્રવેશ મેળવતા સમયે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવું ફરજીયાત છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS