રાજકોટ સહિતના રેલવે સ્ટેશનોએ ઉતારૂ, સ્ટાફ સિવાય નો-એન્ટ્રી

  • April 11, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવૈ સ્ટેશનો ઉપર થતું કોરોના સંક્રમણ રોકવા રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મ ઉપર ઉતારૂઓ અને સ્ટાફ સિવાયની વ્યક્તિ માટે પ્રવેશ બંધી જાહેર કરાઇ છે. જેમાં રાજકોટ સહિતના રેલવે સ્ટેશનો ખાતે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કર્યું છે. સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશનો ઉપર ઉતારૂઓ સિવાયની વ્યક્તિઓની પ્લેટફોર્મ પર ભીડને કોરોના સંક્રમણનો વધુ ભય રહે છે, જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી રાજકોટ સહિત ડિવિઝનના તમામ સ્ટેશનોને આગામી ઓર્ડર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ મુલતવી રાખવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનો ઉપર ફક્ત માન્ય ટિકિટધારકોને સ્ટેશન પ્લેટફોર્મ પર એન્ટ્રી આપવામાં આવશે.

 

 

આ તકે ઉતારૂઓને અનુરોધ છે કે, જ્યારે મુસાફરી એકદમ જરૂરી હોય તો જ કરવી, અને મુસાફરી દરમિયાન ફેઈસ માસ્ક ખાસ પહેરવો, સોનિટેઝરનો ઉપયોગ કરવો અથવા સાબુ અથવા હેન્ડવોશથી વારંવાર હાથ ધોવા અને સંબંધિત આગમન / પ્રસ્થાનોના શહેરોની મુલાકાત લેતા પહેલા જેતે શહેરના કોવિડ-19 પ્રોટોકોલ જાણી લઇને અનુસરણ કરવું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS