આગામી 3 માસ સુધી વેક્સીન, ઓક્સિજનની આયાત પરથી કસ્ટમ ડ્યુટી હટાવતી કેન્દ્ર સરકાર

  • April 25, 2021 05:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે વેકસીન, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણોની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસને તાત્કાલિત અસરથી આગામી 3 માસ માટે સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે. 

 

 

વડાપ્રધાને બેઠકમાં કહ્યું હતું કે હોસ્પિટલોમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની સપ્લાયમાં વધારો થાય તે જરૂરી છે. સાથે જ ઘરે જે દર્દીને ઓક્સિજનની જરૂર છે તેમની જરૂરીયાતને પુરી કરવા માટે ઓક્સિજન સાથે જોડાયેલા ઉપકરણોની પણ જરૂર પડશે. ઓક્સિજન અને મેડિકલ સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોને સાથે મળી કામ કરવા નિર્દેશ કર્યા છે. તેમણે રાજસ્વ વિભાગને નિર્દેશિત કર્યા છે કે ઓક્સિજન અને ઓક્સિજન સાથે જોડાયેલા ઉત્પાદનોને ક્લીયરન્સ તુરંત આપવામાં આવે. 

 

 

બેઠકમાં કોરોના વેકસીનની આયાત પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યૂટીને પણ સમાપ્ત કરવા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય આગામી 3 માસ માટે પ્રભાવી રહેશે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021