BREAKING NEWS

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

  • July 02, 2026 10:23 AM 

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

ડ્રગ્સનું વધતું દૂષણ આજે સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને યુવાઓને નિશાન બનાવતી આ સમસ્યા સામે જાગૃતિ જ સૌથી અસરકારક હથિયાર બની શકે છે. યુવાનોને યોગ્ય માર્ગદર્શન, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના હેતુથી સમાજના દરેક વર્ગે સાથે મળીને કાર્ય કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.

છેલ્લા 13 વર્ષથી યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ઇન્વિન્સીબલ એનજીઓ સાહસ, શિક્ષણ અને સામાજિક જાગૃતિના વિવિધ આયામોમાં સતત કાર્ય કરી રહી છે. લાખો યુવાનો સુધી પહોંચેલી આ સંસ્થા હવે ડ્રગ્સ વિરોધી સામાજિક અભિયાન દ્વારા નવી પેઢીને નશાના દૂષણથી બચાવવા માટે રાજ્યવ્યાપી પ્રયાસ કરી રહી છે.

આ અભિયાન અંતર્ગત 29 જૂનથી 10 જુલાઈ દરમિયાન યોજાઈ રહેલી ‘Ride for Youth’માં ઇન્વિન્સિબલ એન જી ઓ ની 32 સભ્યોની ટીમ ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, સાસણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ સહિતના શહેરોમાં 250થી વધુ શાળા, કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં જાગૃતિ કાર્યક્રમો યોજી રહી છે. આ અભિયાનનો હેતુ હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચીને તેમને ડ્રગ્સના જોખમો વિશે માહિતગાર કરવાનો અને નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવાનો છે.

આ કાર્યક્રમો અંતર્ગત જામનગરની ડી કી વી કોલેજ માં મુખ્ય ઈવેન્ટ યોજાય હતી કઈ જેમાં જામનગર ડી વાય એસ પી જયવિરસિંહ ઝાલા, એસઓજી પી.આઈ વી બી ચૌધરી, તથા એસઓજી ટીમ ઉપસ્થિત રહી હતી. અને ડ્રગ્સના દૂષણથી દૂર રહી અને દેશના ભાવિ ભવિષ્યને કઈ રીતે બહચાવી શકાઈ છે આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

આજે ટીમ જામનગર શહેરમાં પહોંચી, જ્યાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર અને સંવાદ કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષ્પ્રભાવો અંગે માહિતગાર કરવામાં આવ્યા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. કાર્યક્રમોમાં સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, એસ બી શર્મા વર્લ્ડ સ્કૂલ, વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ, એલ આર બી મોદી સ્કૂલ, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ, એમ પી શાહ મ્યુનિસિપલ કોમર્સ કોલેજ, હરિયા કોલેજ, એસ વી ઈ ટી કોલેજ, દરબાર ગોપાલદાસ બી એડ કોલેજ, આઇટીઆઇ જામનગર, પી વી મોદી સ્કૂલ, જી વી શાહ હાઈસ્કૂલ, શનશાઇન સ્કૂલ ના વિદ્યાર્થીઓએ આ ડ્રેગ્સ જાગૃત્તિ અભિયાન માં ભાગ લીધો અને આ દૂષણમાં ના ફસાવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application