કેજરીવાલની શપથ વિધિમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ નહીં

  • February 14, 2020 10:50 AM 77 views

રવિવાર ૧૬મી ફેબ્રુઆરીએ અહીં રામલીલા મેદાન ખાતે આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલની શપથવિધિનો જે સમારોહ યોજાશે એમાં આવવાનું અન્ય કોઈ પણ રાયના મુખ્ય પ્રધાનને તથા રાજકીય નેતાઓને આમંત્રણ નહીં અપાય, એવું આપના એક વરિ નેતાએ ગુવારે જણાવ્યું હતું. આપના દિલ્હી એકમના કન્વીનર ગોપાલ રાયે પીટીઆઇને કહ્યું હતું કે માત્ર દિલ્હીને ધ્યાનમાં રાખીને યોજાનારા સમારંભમાં કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકેની ત્રીજી મુદત માટેના શપથ ગ્રહણ કરશે. દિલ્હીની જનતા કે જેણે કેજરીવાલની નેતાગીરીમાં ફરી વિશ્ર્વાસ વ્યકત કર્યેા છે તેમની સાથે મળીને કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકેના સોગદં લેશે.


આપના એક કાર્યકરે પીટીઆઇને કહ્યું હતું કે આ સમારોહમાં અન્ય રાયોના મુખ્ય પ્રધાનોને અને ભાજપ–સિવાયના પક્ષોના નેતાઓને આમંત્રણ આપીને અમે કેન્દ્ર સરકારની વિદ્ધમાં ઘર્ષણમાં ઊતરનારાઓ છીએ એવો સંદેશ અમારો પક્ષ આપવા નથી માગતો. દિલ્હીના શાસક પક્ષના આ કાર્યકરે એવું પણ કહ્યું હતું કે ૨૦૧૩માં તથા ૨૦૧૫માં પણ કેજરીવાલના શપથવિધિ સમારોહમાં કોઈ પણ રાજકીય નેતાઓને અને મુખ્ય પ્રધાનોને નહોતા બોલાવવામાં આવ્યા. અમે રવિવારના સમારંભને માત્ર દિલ્હીલક્ષી જ બનાવવા માગીએ છીએ.


આપના એક નેતાએ જણાવ્યું હતું કે આ સરકારી સમારોહમાં જાહેર જનતાને પ્રવેશ આપવામાં આવશે. આપ પક્ષે ૮મી ફેબ્રુઆરીની વિધાનસભાની ચૂંટણીમાં ૭૦માંથી ૬૨ બેઠક જીતી લીધી હતી. ૧૧મીએ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ૮ બેઠક મળી હતી, યારે કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો.


દિલ્હીમાંના ભાજપના તમામ સાત સંસદસભ્યોને તેમ જ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને રિવાજ પ્રમાણે શપથગ્રહણ સમારોહમાં બોલાવવામાં આવશે. દરમિયાન, બુધવારે આપના નેતા મનીષ સિસોદિયાએ દિલ્હીની જનતાને રવિવારના આ શપથગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં આવવાની વિનંતી કરી હતી. સમારોહ રામલીલા મેદાન ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે શ થશે.


કેજરીવાલના નવા પ્રધાનમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ થશે એવી સંભાવના નથી અને અત્યારે પ્રધાનોને જે ખાતા ફાળવવામાં આવ્યા છે એ જ ખાતા તેમની પાસે રાખવામાં આવશે. આ કેબિનેટમાં કેજરીવાલ અને સિસોદિયા ઉપરાંતના પ્રધાનોમાં સત્યેન્દર જૈન, ગોપાલ રાય, રાજેન્દ્ર પાલ ગૌતમ, ઇમરાન હત્પસૈન અને કૈલાશ ગેહલોતનો સમાવેશ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application