સોશિયલ મીડિયા પર ઓક્સિજન, બેડને લઈને પોસ્ટ કરનાર વિરુદ્ધ નહીં કરી શકાય કોઈ કાર્યવાહી : સુપ્રીમ કોર્ટ

  • May 01, 2021 12:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં તબાહી મચાવી રહી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ તબાહીનો અંત ઝડપથી આવે. દેશભરના રાજ્યોમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન મેળવવા મુશ્કેલ થયા. આવી સ્થિતિમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ પોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય કેટલાક લોકો સોશ્યલ મીડિયા દ્વારા એકબીજાને મદદ પણ કરી રહ્યા છે. ત્યારે ચર્ચાઓ હતી કે રાજ્ય સરકાર સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. 

 

 

જો કે આ મામલે આજે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જેઓ સોશ્યલ મીડિયા પર ઓક્સિજન, બેડ, દવાઓ વગેરે માટે પોસ્ટ કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ડીજીપીને આદેશ આપતાં કહ્યું છે કે જો અફવા ફેલાવવાના નામે કાર્યવાહી કરવામાં આવે તો અવમાનનાનો કેસ ચલાવવામાં આવશે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS