નિજામુદ્દીન મરકઝમાં ૧૨૬ ઓળખાયેલા લોકો પૈકી ૮ કેસ પોઝિટિવ: એક અમદાવાદના વ્યકિતસામે ગુનો દાખલ

  • April 07, 2020 12:00 PM 258 views

રાયમાં વધતી ગરમીની સાથે મગજનો પારો પણ નીચે રાખવા રાયના પોલીસ વડા શિવાનદં જાયે ટકોર કરી છે તેમજ રાયના ચાર મહાનગરોમાં લોક ડાઉનલોડ ચુસ્ત અમલ કરવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાની અપીલ કરી છે રાયમાં વધતા કરો નાના કેસને નાથવા એક માત્ર ઉપાય લોક ડાઉન છે. આ માટે નાગરિકો પૂરતો સહયોગ આપે નહિતર પોલીસ કડક હાથે કામ લેશે. આ માટે પોલીસ તંત્રને સૂચના પણ આપી દેવામાં આવી છે.


  ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ પાણી દ્રારા પણ લોકડાઉનનો વધુ કડક અમલ કરવા સુચના આપી છે તે મુજબ ચારેય મહાનગરોમાં વધુ ચુસ્ત અમલ થાય તે માટે પોલીસકર્મીઓને યોગ્ય દિશા–નિર્દેશો આપી દેવાયા છે એટલે નાગરિકોએ પણ પૂરતી કાળજી અને સંયમ રાખીને પોલીસ સાથે ખોટા સંઘર્ષમાં ન ઉતરવું, આવું બનશે તો તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે.


પોલીસ લોકડાઉનના ચુસ્ત અમલ માટે જરી કાર્યવાહી કરી રહી છે તેમાં નાગરિકો પૂરતો સહયોગ આપે. મહાનગરોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરવાનગી વગરના વાહનો લઈને ઘરની બહાર નીકળવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે એટલે નાગરિકોએ કારણ વગર ઘરની બહાર ન ફરવું. ટુ–વ્હીલર પર પણ એક કરતાં વધુ સવારી ન કરવા માટે પણ વાહનચાલકોને અપીલ છે. મુખ્ય રોડ પર પેટ્રોલિંગની સાથે–સાથે સોસાયટીઓ અને મહોલ્લાઓને જોડતાં અંદરના માર્ગેા પર પણ સઘન અને વધુ પેટ્રોલિંગ કરવા સુચનાઓ આપી દેવાઈ છે, એજ રીતે શહેરોમાં કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસનું  આ સંક્રમણ શહેરથી ગામડામાં ન પ્રસરે એ માટે ગ્રામ્ય સ્તરે પણ લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરવા માટે સરપંચો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાશે.


રાજયના મહાનગરોમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી સર્વેલન્સથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન સર્વેલન્સના ફટેજના આધારે ગઈકાલે ૩૩૫ ગુના સહિત આજદિન સુધી ૩૬૪૮ ગુના નોંધીને ૪૩૮૫ આરોપીની અટકાયત કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application