ત્રીજો મોરચાના નેતાઓ નીતિશ, બાદલ, દેવ ગોવડા, ચૌટાલા આવશે એક મંચ પર

  • September 08, 2021 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રીજા મોરચાની રચના માટે આઈએમએલડીના નેતા ઓમ પ્રકાશ ચૌટાલા, સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ, બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુ)ના નેતા નીતિશકુમાર, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગોવડા અને શિરોમણી અકાલી દળના સુપ્રીમો પ્રકાશસિંહ બાદલને પચીસ સપ્ટેમ્બરે (ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન દેવીલાલની જન્મજયંતી નિમિત્તે) એક જ મંચ પર લાવશે.

 

એનસીપીના નેતા શરદ પવાર, તૃણમૂલ કૉંગ્રેસ-ટીએમસીનાં વડાં અને પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લા અને રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીને પણ પચીસ સપ્ટેમ્બરે હરિયાણાના જિન્દમાં યોજાનારી આ મહા રાજકીય રૅલીમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, હજુ તેમના સમર્થનની રાહ જોવાઈ રહી છે, એમ આઈએનએલડીના નેતા અભય ચૌટાલાએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

 

દેવીલાલની જન્મજયંતી નિમિત્તે યોજવામાં આવનારા સન્માન સમારોહમાં હાજરી આપવાના અહેવાલને મુલાયમસિંહ યાદવ, નીતિશકુમાર, દેવ ગોવડા અને બાદલે સમર્થન આપ્યું છે, એમ તેમણે કહ્યું હતું. વિવિધ રાજ્યના લોકો આ મહારેલીમાં ભાગ લેશે, એમ તેમણે કહ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021