નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ શુક્રવારે રાજકોટમાં

  • March 10, 2021 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દાંડી યાત્રા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપશે


આગામી તારીખ 12 માર્ચના રોજ દાંડી યાત્રા નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ હાજરી આપશે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં 75 સ્થળોએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ માં મહાનુભાવોના પ્રવચનો સહિતના અનેક કાર્યક્રમો રાખવામાં આવેલ છે અને તેમાં નાયબ મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે.

 


રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ત્રંબા ખાતે રાખવામાં આવેલ છે અને તેમાં સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેનાર છે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS