નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજીનું આજે રાજકોટમાં આગમન: સતં સમાગમ

  • October 28, 2020 02:04 AM 72 views

સંસારમાં અમન–શાંતિનું વાતાવરણ સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહેલ સતં નિરાકારી મિશનના પ્રમુખ સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજનું આગમન ફેબ્રુઆરીએ રાજકોટમાં થશે અને મિશનની રાજકોટ બ્રાન્ચ દ્રારા તેમના પાવન સાનિધ્યમાં એક દિવસીય સતં સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે  આ માટે આજે તેઓ રાજકોટ આવી પહોંચ્યા છે.


રાજકોટમાં સદગુરૂ માતાજીની છત્રછાયામાં એક દિવસીય સતં સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમ ૧૧ ફેબ્રુઆરીના રોજ સાંજે ૫થી ૮ કલાકે, રેલનગર, માધાપર–મોરબી હાઇવે, મારૂતી પરફેકટ સર્વિસ સ્ટેશનવાળી શેરી, પેટ્રોલ પપં પાસે સ્થિત ગ્રાઉન્ડમાં થવા જઇ રહ્યો છે.


સતં નિરંકારી મિશન એક આધ્યાત્મિક મિશન છે જે સંસારમાં, સત્ય, પ્રેમ તથા એકત્વની ભાવના લાવવા ઇચ્છે છે. બ્રહ્મજ્ઞાન દ્રારા એક પરમપિતા પરમાત્માનો બોધ કરતાં માનવને માનવથી જોડવાનો મિશનનો પ્રયાસ છે. શાંતિપૂર્ણ સહ–અસ્તિત્વની ભાવનાથી વિશ્ર્વબંધુત્વ તથા વસુધૈવ કુટુંબકમનું સપનું સાકાર કરવા મિશન પ્રયાસો કરી રહ્યું છે.

 

સતં સમાગમમાં સમાજના દરેક સ્તરના શ્રધ્ધાળુ તેમજ પ્રભુપ્રેમી સજન સંમિલિત થશે. જેનાથી અનેકતામાં એકતાના અદભુત દ્રશ્યો જોવા મળશે. આ સમાગમ દ્રારા મિશનની ભુમિકાઓ જનસાધારણના સન્મુખ પ્રસ્તુત કરશે. ગુજરાતમાં ૭ ફેબ્રઆરીએ વાપી, ૮ ફેબ્રુઆરીએ વડોદરા, ૧ ફેબ્રુઆરીએ ભાવનગર, ૧૦ ફેબ્રુઆરીએ જૂનાગઢ, ૧૧ ફેબ્રુઆરીએ રાજકોટ, ૧૨ ફેબ્રુઆરીએ ગાંધીધામ અને ૧૩ ફેબ્રુઆરીએ અમદાવાદમાં પણ સતં સમાગમ યોજાશે. સતં નિરંકારી મંડળે ૯૦ વર્ષ પુરા કર્યા છે.

 

આ વર્ષેામાં સમયાંતરે બાબા અવતારસિંહજી, બાબા ગુરૂબચનસિંહજી, બાબા હરદેવસિંહજી રાજકોટ સહિત ગુજરાતભરમાં પધારીને વિશ્ર્વ બંધુત્વનો બોધ આપેલ જયારે વર્તમાન સમયનાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા હોવાથી ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application