અનેક સાધુ સંતોમાં કોરોનાના લક્ષણો, નિરંજની અખાડાએ કાલે કુંભના સમાપનની કરી જાહેરાત

  • April 16, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધતા પ્રકોપ્ને જોતા નિરંજન અખાડાએ કુંભ સમાપ્નનો નિર્ણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જોતા નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે કુંભ સમાપનનો નિર્ણય લીધો. રવિન્દ્ર પુરીએ કહ્યું કે ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ સંતોમાં શરદી ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને જોતા અમે 17 એપ્રિલના રોજ કુંભ સમાપ્તિનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય અમારો અંગત નિર્ણય છે. અખાડા પરિષદનો નહીં.

 


હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં છેલ્લા 5 દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ 10થી 14 એપ્રિલ વચ્ચે કરાઈ હતી. આવામાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મહાકુંભથી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે.

 


હરિદ્વારના મુખ્ય ચિકિત્સાધિકારી શંભુ કુમાર ઝાએ જણાવ્યું કે સ્વાસ્થ્યકર્મીઓએ મેળા ક્ષેત્રમાં છેલ્લા પાંચ દિવસમાં 2 લાખ 36 હજાર 751 લોકોની કોરોના તપાસ કરી. જેમાંથી 1701 લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે આ સંખ્યામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી સમગ્ર મેળા ક્ષેત્રમાં પાંચ દિવસમાં કરાયેલા આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજન તપાસ દરમિયાનના આંકડા સામેલ છે.

 


તેમણે જણાવ્યું કે હજુ અનેક આરટી પીસીઆર ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. આવામાં આ પરિસ્થિતિને જોતા કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2 હજાર પાર જવાની આશંકા છે. હરિદ્વાર મહાકુંભ 2021 ઉત્તરાખંડના હરિદ્વાર, ટિહરી અને ઋષિકેશના 670 હેક્ટર ક્ષેત્રફળમાં ચાલી રહ્યો છે. સોમવારે સોમવતી અમાસ, બુધવારે મેષ સંક્રાંતિ અને વૈશાખીના પર્વ પર થયેલા બંને શાહી સ્નાનોમાં 48.51 લાખ શ્રદ્ધાળુઓમાંથી મોટા ભાગના માસ્ક વગર જોવા મળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS