રાજકોટની નિરાલી રિસોર્ટની આગનો મામલો, 8 કર્મચારીઓને રુમમાં પુરી દીધાનો દાવો, 8માંથી 2ની હાલત ગંભીર

  • August 12, 2021 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રિસોર્ટમાં લાગેલી આગના મામલે મોટો ખુલાસો થયો છે. જાણવા મળતી માહિતી અનુસાર આગમાં દાઝી ગયેલા 8 કર્મચારીઓને આગ લાગી તે રુમમાં પુરી દેવામાં આવ્યા હતા. દાઝેલા કર્મચારીઓનું કહેવું છે કે તેમના રુમનો દરવાજો કોઈએ બહારથી બંધ કરી રાખ્યો હતો. જાણવા એમ પણ મળેલ છે કે આ 8 કર્મચારીઓમાંથી 2ની હાલત ગંભીર છે. હાલ નિરાલી રિસોર્ટમાં આ ઘટના કેવી રીતે બની અને શા માટે કર્મચારીઓના રુમનો દરવાજો બહારથી બંધ હતો અને દરવાજો કોણે બંધ કર્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

 

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે રાજકોટના જાણીતા નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર નિરાલી રિપોર્ટમાં વેઈટર તરીકે કામ કરતાં લોકોના રુમમાં કોઈ કારણોસર આગ લાગી હતી. અચાનક આગ લાગતાં તમામ આઠ લોકો દાઝી ગયા હતા. તમામ દાઝેલા લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગ્યાનું કારણ સામે આવ્યું નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS