પ્રેગ્નેંટ નીના સાથે સતીશ કૌશિકને કરવા હતા લગ્ન, નીના ગુપ્તાએ ' સચ કહું તો 'માં કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

  • June 17, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નીના ગુપ્તા આજકાલ તેની આત્મકથાને લઈને ચર્ચામાં છે. આ આત્મકથામાં નીનાએ તેના જીવનની એવી વાતોને જાહેર કરી છે જે અત્યાર સુધી રહસ્ય હતી. ચાહકો માટે આ વાતો એકદમ ચોંકાવનારી છે. નીનાની આત્મકથાનું નામ સચ કહું તો છે. જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેણે વિવેક મેહરા સાથે લગ્ન કર્યા તેના પહેલા પણ એક લગ્ન કર્યા હતા. આ લગ્ન એક વર્ષ ટક્યા અને પછી તે અલગ થઈ ગયા હતા. આ સિવાય તેણે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે સતીષ કૌશિક તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા.

 

નીનાએ તેના પહેલા લગ્ન વિશે જણાવ્યું કે તેણે અમલન કુસુમ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તે આઈઆઈટીનો વિદ્યાર્થી હતો અને સંસ્કૃતમાં માસ્ટર કરતો હતો. તેમના સંબંધો વિશે જણાવતી વખતે નીનાએ કહ્યું હતું કે, અમલન અને તે કેમ્પસમાં મળ્યા હતા. તેના માતાપિતા બીજા શહેરમાં રહેતા હતા, પરંતુ તેમના દાદા નીનાનું ઘર હતું તે શેરીમાં રહેતા હતા તેથી તે તહેવારો અને રજાઓ દરમિયાન ત્યાં રોકાતો હતો. આ બંનેના સંબંધોની ખબર ત્યારે મળી જ્યારે અભિનેત્રીના મિત્રએ તેના માતા-પિતા સમક્ષ તેનો ખુલાસો કર્યો. જો કે તેનાથી બંને વચ્ચેના સંબંધોને અસર થઈ નથી.

 

આ પછી નીનાને અમલન સાથે શ્રીનગર જવાની મંજૂરી મળી અને બંનેના લગ્ન થઈ ગયા. પરંતુ તે પછી બંનેને સમજાયું કે બંને એકબીજા માટે બન્યા નથી. નીનાએ કહ્યું કે, અમલન અને તેનો  દ્રષ્ટિકોણ એકબીજાથી અલગ હતો. તેની ઈચ્છા  હતી કે નીનાએ  ફક્ત પરિવાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ નીના કામ કરવા માંગતી હતી અને માત્ર ગૃહિણી બનવા માંગતી નહતી.  

 


નીનાએ વધુમાં કહ્યું કે, 'અમલન અને તે ખૂબ જ ટૂંકા સમય માટે લગ્ન સંબંધમાં હતા. તે સમયે નાની ઉંમરે લગ્ન કર્યાં હતા. વિચારોના મતભેદના કારણે નીના અને અમલન લગ્નના એક વર્ષ પછી છૂટા થયા હતા.

 

 
આ પછી નીનાએ વધુ એક ખુલાસો કર્યો હતો જેમાં તેણે જણાવ્યું કે સતિષ કૌશિકને તેની સાથે લગ્ન કરવા હતા. તે સમયે નીના ગર્ભવતી હતી, ત્યારે સતિષ કૌશિક તેની પાસે ગયા અને લગ્ન કરવાની વાત કરી હતી. જણાવી દઈએ કે નીના અને સતિષ કૌશિક સારા મિત્રો છે. જણાવી દઈએ કે નીના ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ સાથે સંબંધમાં હતી અને તે સમયે નીના ગર્ભવતી થઈ ગઈ હતી. વિવિયનએ નીના સાથે લગ્ન કર્યા ન હતા થતા નીનાએ લગ્ન કર્યા વિના બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. ત્યારબાદ નીનાએ 2008 માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા. 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS