આ પર્વતારોહણ ટીમે પૂર્ણ કર્યું 4823 કિલોમીટર ટોચ પર પહોંચવાનું હોર્ન ઓફ હર્ષિલ અભિયાન

  • June 30, 2020 11:12 AM 218 views


ઉત્તરકાશી સ્થિત નેહરુ પર્વતારોહણ સંસ્થાના છ સભ્યોની ટીમે હોર્ન ઓફ હર્ષિલ અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે.નીમના પ્રધાનાચાર્ય કર્નલ અમિત બીસ્ટની આગેવાનીમાં ટૂકડીએ 4823 મીટર ઊંચી અનામ ટોચ પર આરોહણ કર્યું હતું.

 

22 જૂને આ ટુકડીએ હર્ષિલની નજીક છોલમી, પંચમુખી મહાદેવ થઈ અને સ્કી એરિયામાં પહોંચી હતી. 23 જુને આગળ વધી હતી અને બેઝ કેમ્પ થઈને  સમીટ કેમ્પ પર પહોંચી હતી. રવિવારે સવારે આ ટુકડીએ ટોચ પર તિરંગો લહેરાવ્યો હતો, અને આ ટોચ પંચમુખી મહાદેવ મંદિર પર આવેલી છે.

 

સફળ પર્વતારોહણ બાદ આ ટુકડી રવિવારે સાંજે હર્ષિલ પરત આવી હતી, અને આ ટીમમાં પ્રધાનાચાર્ય યોગેશકુમાર, સૌરભ રોતેલા ગ્યાલબુ અને ચતુરસિંહ  પણ સમાવેશ થાય છે.

 

આ ટુકડી હોર્ન હર્ષિલ અભિયાન 21 નવેમ્બર 2019ના રોજ પ્રારંભ કર્યો હતો, પરંતુ આ દરમિયાન સતત બરફ વર્ષા અને ખરાબ વાતાવરણના કારણે તેઓને સમય લાગી ગયો હતો, આ વર્ષે અભિયાનને નીમના પ્રધાનાચાર્ય કર્નલ અમિત બીસ્ટ દ્વારા ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

 

તેમણે જણાવ્યું હતું કે ગંગોત્રી હિમાલયમાં હજી ઘણી ટોચ આવેલી છે જેનું આરોહણ કરવામાં આવ્યું નથી જેથી તેને અનામ કહેવામાં આવે છે ત્રણ વર્ષમાં પાંચ અનામ ટોચનો આરંભ થઈ ચૂક્યો છે. ઓક્ટોબર 2018ના આ સંસ્થા દ્વારા જે ચાર ટોચનું સફળતાપૂર્વક પર્વતારોહણ કરવામાં આવ્યું હતું,

 

અને આ ટોચના નીમ દ્વારા નામકરણ કરવામાં આવ્યા હતા. જે નામકરણ અટલ પ્રથમ, દ્વિતીય તૃતીય અને ચતુર્થના નામથી થયું છે. જ્યારે હર્ષિલમાં જે ટોચનું આરોહણ નીમ દ્વારા કરવામાં આવ્યું છે, તેઓના કાયદેસરના નામ શાસનની સ્વીકૃતિ બાદ નિર્ધારિત કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application