ઉત્તરાખંડથી ઝડપાયેલા નિખિલ દોંગાને રાજકોટ લવાશે

  • April 02, 2021 10:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમ રાજકોટ આવવા રવાના

 


ગુજસીટોક સહિતના ગુનામાં સંડોવાયેલા ગોંડલના કૂખ્યાત નિખિલ દોંગા ભુજની સરકારી હોસ્પિટલમાંથી ભાગી છૂટયા બાદ રાજકોટ, ભુજ અને અમદાવાદ એટીએસએ નિખિલ દોંગાને ઝડપી લેવા પ્રયાસો  જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી હતી અને ઉત્તરાખંડના નૈનીતાલથી નિખિલ દોંગા અને તેના બે સાગરીતો ઝડપાઈ ગયા બાદ આ ત્રણેયને લઈને રાજકોટ ગ્રામ્ય એલસીબી રાજકોટ આવવા રવાના થઈ છે. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. 72 કલાકમાં પોલીસે આ સમગ્ર ઓપરેશન પાર પાડયું હોય જેની સંપૂર્ણ માહિતી રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

 


ભુજની પાલરા જેલમાં ધકેલાયેલા ગોંડલના કૂખ્યાત નિખિલ દોંગા ભુજની સરકારી હોસ્પિટલમાંથી ભાગી છૂટયા બાદ તેને ઝડપી લેવા માટે રાજકોટ, ભુજ અને ગુજરાત એટીએસની ટીમ  કામે લાગી હતી. ટેકનીકલ એનાલિસીસના આધારે તેને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. નૈનીતાલમાંથી નિખિલ દોંગા સાથે તેના બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. નિખિલ દોંગાને ભગાડવામાં મદદગારી કરવામાં ભાવિક ઉર્ફે ખલી ચંદુભાઈ ખૂંટ, શાપરના ભરત રામાણી, રાજકોટના પાર્થ ધાનાણી, ગોંડલનો સાગર કિયાડા, નિકુંજ દોંગા અને શ્યામલ દોંગાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

 


રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે નૈનીતાલથી નિખિલ દોંગા અને તેના સાગરીતોને ઝડપી લીધા બાદ તેને રાજકોટ આવવા માટે રવાના થયા છે અને આ પ્રકરણમાં કોની કોની સંડોવણી છે અને નિખિલ દોંગાને ભગાડવામાં કોણે કોણે મદદ કરી તે સહિતની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS