રેલનગર પાસે રાત્રીના 4.66 લાખની લૂંટ: પાંચ પકડાયા

  • March 19, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધાપરમાં રહેતો પટેલ યુવાન મિત્ર સાથે બેડી ચોકડીએથી મામાપીરના દર્શન કરી પરત ફરતો હતો અને સાધુવાસવાણી કુંજ રોડ પાસે લૂંટારું ત્રાટકયા: યુવાનની સોનાની ઘડિયાળ, કડલું લૂંટી લીધુ: યુવાનનો મિત્ર શાહખ જ સૂત્રધાર નીકળ્યો: એક આરોપીની શોધખોળ

 


શહેરના રેલનગર પાસે આવેલા સાધુવાસવાણી કુંજ રોડ ઉપર માધાપરમાં રહેતા યુવાનને રાત્રીના આંતરી છરી જેવા હથિયારો બતાવી, તેની સાથે મારકૂટ કરી સોનાની ઘડિયાલ તથા સોનાના કડા સહિત રૂ.4.66 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે તાકીદે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આ લૂંટ પ્રકરણમાં ફરિયાદીની સાથે રહેલા તેના મિત્ર સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતાં અને તેમની પાસેથી રૂ.4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે લૂંટ-ધાડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તેમજ આ પ્રકરણમાં અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શ કરી છે.

 


લૂંટના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના રેલનગર પાસે આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર માધાપરના વૃંદાવન સોસાયટી શેરી નં.3માં રહેતો હિતેશ ગોર્વધનભાઇ મુંગરા (ઉ.વ.23) નામનો પટેલ યુવાન તેના મિત્ર શહાખ સાથે બેડી ચોકડીએ આવેલા મામાપીરના મંદિરેથી દર્શન કરીને પરત ફરતો હતો દરમિયાન તેના મિત્રએ લઘુશંકા કરવા જવાનું કહી વાહન રોકાવ્યું હતું. દરમિયાન અન્ય પાંચ અજાણ્યા શખસો અહીં ધસી આવ્યા હતાં અને યુવાન કંઇ સમજે તે પૂર્વે તેને ઢીંકાપાટુનો માર મારી છરી દેખાડી હાથમાં પહેરેલ સોનાની ઘડિયાળ તથા સોનાના કડાની લૂંટ ચલાવી હતી.

 


લૂંટની આ ઘટના અંગે ફરિયાદી યુવાન હિતેષે પોલીસને જાણ કરતા જ એસીપી પી.કે.દિયોરાના માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.પટેલ તથા સ્ટાફના દેવશીભાઇ ખાંમલા, વિજયરાજસિંહ જાડેજા, જનકભાઇ કુગશીયા સહિતનાઓએ તપાસનો ધમધમાટ ચલાવી આ લૂંટ પ્રકરણમાં પાંચ આરોપીઓ જેમાં શાહખ અજીતભાઇ માંગરીયા (ઉ.વ.28, રહે.દેવપરા મેઇન રોડ, ભવાની ચોક), સરફરાઝ અજીતભાઇ શેકા (ઉ.વ.26, રહે.ભગવતીપરા સોસાયટી, કેશવ પાર્ક-1), વસીમ ઉર્ફે ભુરો યુનુસભાઇ પરમાર (ઉ.વ.24, રહે.ભગવતીપરા, સુખસાગર સોસાયટી), સદામ અમીનભાઇ પરમાર (ઉ.વ.24, રહે.ભગવતીપરા મેઇન રોડ, ઝમઝમ બેકરીવાળી શેરી) અને રાહીલ ઉર્ફે રાઇલો રહીમભાઇ સુધાગુણીયા (ઉ.વ.21, રહે.ભગવતીપરા, શેરી નં.13)ને ઝડપી લીધા હતાં. જયારે લૂંટ પ્રકરણમાં સંડોવાયેલ અલ્તાફ તનુભાઇ શેખ (રહે.લાતી પ્લોટ શેરી નં.11, મોરબી રોડ)ની શોધખોળ શ કરી છે.

 


લૂંટની આ ઘટના અંગે વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, લૂંટનો બનાવ સામે આવ્યા બાદ ફરિયાદી સાથે રહેલો તેનો મિત્ર શાહખ માંગરીયા શંકાસ્પદ જણાતા તેની આકરી પુછપરછ કરતા અંતે તેણે પોતાના કૃત્યની કબૂલાત આપી દીધી હતી. શાહખે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ફરિયાદી હિતેશ તેનો મિત્ર હોય અને તેણે તાજેતરમાં જ નવી મોંઘીદાટ સોનાની ઘડીયાળ તથા સોનાનું કડુ ખરીદ્યુ હોય જેથી તેણે તેને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. બાદમાં અન્ય આરોપીઓને આ બાબતે વાત કરી કાવત ઘડયું હતું. નકકી થયેલા પ્લાન મુજબ આરોપી શાહખ ફરિયાદીને મામાપીરના દર્શને લઇ ગયો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે પોતે પ્લાનના ભાગપે લઘુશંકા કરવા ગયા બાદ અન્ય આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. શાહખની કબૂલાત બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી તુરંત ચાર આરોપીઓને પણ ઝડપી લીધા હતાં. પોલીસે તેઓએ લૂંટી લીધેલ સોનાની ઘડીયાલ તથા સોનાનું કડલું સહિત ા.4.66 લાખનો મુદ્દામાલ તેમજ છરી, બે એક્ટિવા અને છ મોબાઇલ કબજે કયર્િ હતાં.

 

 

આરોપીઓ કપડાંના શો-રૂમમાં નોકરી કરતાં હોય ફરિયાદી મોંઘાદાટ કપડાં ખરીદતાં દાઢ ડળકી હતી
પટેલ યુવાનને રાત્રીના સાધુવાસવાણી કુંજ રોડ પર આંતરી 4.66 લાખની લૂંટ ચલાવવાના પ્રકરણમાં પકડાયેલા આરોપીઓમાંથી ચાર આરોપી કપડાંના શો-મમાં નોકરી કરે છે. જેમાં ફરિયાદીનો મિત્ર શાહખ ધર્મેન્દ્ર રોડ ઉપર પેઇજ-3 કલેકશનમાં, સરફરાઝ પીન્ક પોઇન્ટ મેન્સવેરમાં, સદામ એસ.કે. સિલેકશનમાં જયારે અલ્તાફ પણ કપડાંના શો-મમાં કામ કરતો હોવાનું માલુમ પડયું છે. જેથી ફરિયાદી કપડાંના શો-મમાં મોંઘાદાટ કપડાંઓ ખરીદતો હોય તેની પાસે મોટી રકમ હોવાની શંકા જાગી હતી અને બાદમાં આરોપીઓએ લૂંટનું કાવતં ઘડયું હતું.

 


આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
લૂંટ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી સરફરાજ શેરુકા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે. જયારે સદામ પરમાર આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું માલુમ પડયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS