કોરોનાનો કહેર... આજથી આ 8 શહેરમાં રાત્રે 11થી સવારે 5 કલાક સુધી નાઇટ કરફ્યૂ

  • March 22, 2021 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય રાજ્યની વ્યક્તિના પ્રવેશ માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાતરાજસ્થાનના આઠ શહેરમાં આજથી નાઇટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે અને અન્ય રાજ્યની વ્યક્તિએ રાજસ્થાનમાં પ્રવેશ માટે ફરજિયાત કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અજમેર, ભિલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સગવાડા (ડુંગરપુર) અને કુશલગઢ (બનસ્વારા)માં આજથી રાતે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે.

 


આ નિર્ણય મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતાવાળી કોરોનાની સમીક્ષા માટેની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે 25 માર્ચથી અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ પોતાની સાથે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ (72 કલાકથી જૂનો ન હોવો જોઇએ) રાખવાનો રહેશે. જો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ નહીં હોય તો એમણે 15 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ સાથે શહેરી વિસ્તારોની બજારો રાતે 10 વાગ્યે બંધ કરી દેવાની રહેશે. રાજસ્થાનમાં શનિવારે કોરોનાના 445 નવા કેસ નોંધાયા હતા અને આ સાથે કુલ કેસની સંખ્યા 3,24,948 પર પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS