કોરોનાના કેસ વધતાં દિવ અને દમણમાં લેવાયો આંકરો નિર્ણય, પ્રવાસીઓ ચિંતામાં

  • March 26, 2021 08:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી પણ ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે.અને આ સંઘપ્રદેશના પ્રશાસકે મહત્વનો નિર્ણય લઇ રાત્રી કરફ્યુ લાગુ કરી દીધો છે.

 

સંઘપ્રદેશમાં પણ હવે વકરતા કોરોનાના સંક્રમણને અટકાવવા રાત્રીના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ અમલમાં મૂકાયો છે. સંઘપ્રદેશના પ્રશાસકે રાત્રી કર્ફ્યુનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં નિયમોનો ભંગ કરનારા સામે આકરી કાર્રવાઈની પણ તાકિદ કરવામાં આવી છે. નોંધનીય છે કે દમણમાં કોરોનાના નવા 12 તો દાદરાનગર હવેલીમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. 14 પૈકે બે હોટલ મેનેજમેંટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દાદરાનગર હવેલીમાં હાલમાં કોરોનાના 48 એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં 1 હજાર 666 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

 


ગઈકાલે દાદરાનગર હવેલીમાં 403 કોરોના ટેસ્ટ કરાયા હતાં જે પૈકી 14 વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. હાલ દાદરાનગર હવેલીમાં 11 વિસ્તારને કંટઈનમેંટ ઝોનમાં મૂકાયા છે. તો વકરતા સંક્રમણ વચ્ચે વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 12 હજાર 978 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS