ભોપાલ અને ઈન્દોરમાં આજથી નાઈટ કરફ્યુ

  • March 17, 2021 01:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પ્રદેશમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. આ દરમિયાન શિવરાજ સરકારે મોટો નિર્ણય લીધો છે. શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટની બેઠક પછી અધિકારીઓ સાથે મીટિંગ કરી છે. મીટિંગમાં ભોપાલ અને ઈન્દોરમાં ફરીથી નાઈટ કર્ફ્યૂ નો નિર્ણય લેવાયો છે. કોરોનાના બીજા તબક્કામાં સૌથી વધુ કેસ ભોપાલ અને ઈન્દોરમાં નોંધાઈ રહ્યા છે.
તે સાથે જ મહારાષ્ટ્રથી આવનારા મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરાયું છે.

 

સાથે જ ત્યાંના મુસાફરો માટે સાત દિવસનું હોમ ક્વારન્ટાઈ જરૂરી છે. ભોપાલ-ઈન્દોરમાં પહેલા કરતા વધુ કડકાઈ રાખવામાં આવશે. મુખ્યમત્રીએ સવારે જ કહી દીધું હતું કે, આજે કેટલાક આકરા નિર્ણય લેવામાં આવશે. તેમણે લોકોને અપીલ પણ કરી છે કે, તમે કોવિડ નિયમોનું પાલન જરૂર કરો, કેમકે મધ્ય પ્રદેશમાં બેદરકારીના કારણે કોરોનાના મામલા વધ્યા છે. તે સાથે જ ભોપાલમાં બધા બધા જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS