અમદાવાદના એસ.જી હાઈવે, પ્રહલાદનગર, બોપલ સહિત 27 વિસ્તારમાં રાત્રે 10 કલાકથી બધું જ રહેશે બંધ

  • October 28, 2020 02:04 AM 3028 views

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમાં પણ શનિવાર અને રવિવારે લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા જોવા મળતા હોય છે. અમદાવાદના એસ.જી.હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સ સિટી રોડ, ઇસ્કોન સહિતની જગ્યાએ યુવાનો ટોળામાં અને માસ્ક વગર જોવા મળતાં હતા. તેવામાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 

 

શહેરના આ વિસ્તારોમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતાં હોવાથી કોર્પોરેશન દ્વારા રાત્રે 10 કલાક પછી બધું જ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોડલ અધિકારી ડો.રાજીવ ગુપ્તાએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બધું જ બંધ કરાવવા આદેશ કર્યો છે.  રાત્રે 10 પછી આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે. આ નિર્ણય પર તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application