નિક જોનસે ભૂલથી પ્રિયંકા ચોપરાના મોંઘાદાટ ડ્રેસ પર મુકી દીધો પગ, પછી જે થયું તે છે જોવા જેવું

  • May 28, 2021 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનસ કોઈને કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહે છે. માત્ર ભારત કે અમેરિકામાં જ નહીં પરંતુ આખી દુનિયામાં આ બંનેની ખાસ્સી એવી ફેન ફોલોઈંગ છે. હવે 'બિલબોર્ડ મ્યૂઝિક એવોડર્સ ૨૦૨૧'માંથી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના રેડ કાર્પેટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તેમાંથી એક વીડિયો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં નિક જોનસ પત્ની પ્રિયંકાના ડ્રેસ પર ભૂલથી પગ મૂકી દે છે પછી જે થાય છે તે જોવાલાયક છે. પ્રિયંકા અને નિકના ફેન કલબે આ વીડિયો શેર કર્યેા છે.

 


 

નિક 'બિલબોર્ડ મ્યૂઝિક એવોડર્સ ૨૦૨૧' હોસ્ટ કર્યેા હતો, તો પ્રિયંકા પણ પ્રેઝેન્ટર હતી, પરંતુ સૌથી મજાની વાત ત્યાં બની યારે પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ પર પોઝ આપી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, નિક પણ પ્રિયંકા પાસે પોઝ આપવા માટે આવે છે અને બંને એકબીજાને કિસ કરે છે. પરંતુ ત્યારે જ ભૂલથી નિકનો પગ પ્રિયંકાના ડ્રેસ પર પડી જાય છે. જેવું નિકનું ધ્યાન જાય છે કે તે તરત પગ હટાવીને ખૂબ જ પ્રેમથી પ્રિયંકાનો ડ્રેસ ઠીક કરવા લાગે છે. નિકને આ રીતે પ્રિયંકાની કાળજી લેતો જોઈને ફેન્સને સાં લાગી રહ્યું છે અને તેઓ નિકના વખાણ કરતાં થાકી રહ્યા નથી.

 


ઉલ્લેખનીય છે કે, એવોર્ડ શો બાદ પ્રિયંકાએ નિક માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'પતિની પ્રશંસામાં લખેલી પોસ્ટ–નિક જોનસ મને તારા પર ખૂબ ગર્વ છે બેબી. પાંસળી તૂટી હોવા છતાં તું રોકાયો નહીં. તારી કામ કરવાની રીત મને પ્રેરિત કરે છે. આઈ લવ યુ'. 'બિલબોર્ડ મ્યૂઝિક એવોડર્સ' મ્યૂઝિકની દુનિયાનો જાણીતો એવોર્ડ છે.


 

આ એવોર્ડ ફંકશનમાં પ્રિયંકા ચોપરા થાઈ હાઈ લેગ સ્લિટવાળો ન્યૂડ શેડનો ડ્રેસ પહેરીને પહોંતી હતી. પ્રિયંકા ચોપરાએ આ ડ્રેસ સાથે મોંઘી જવેલરી પણ પહેરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકાએ ૪૦ કેરેટની ડાયમડં જવેલરી પહેરી હતી. પ્રિયંકાએ પહેરેલું રોઝ ગોલ્ડ બ્રેસલેટનું કુલ વજન ૨૪.૯ કેરેટ હતું યારે રોઝ ગોલ્ડ ઈયરિંગ્સનું વજન ૧૪.૧૮ કેરેટ હતું. પ્રિયંકાએ પોતાના નખમાં પણ નાના ડાયમંડસ લગાવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS