દક્ષિણ ભારતમાં NIAના 19 સ્થળો પર દરોડા, મીડિયા પર જેહાદી વિદ્યાર્થી સંગઠનો સાથેના ગ્રુપ સામે કાર્યવાહી

  • December 18, 2023 03:14 PM 

શંકાસ્પદ વિદ્યાર્થીની અટકાયત, વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જૂથો દ્વારા જેહાદી વિદ્યાર્થી સંગઠનોના સંપર્કમાં છે આ યુવક



ભારત સરકાર દેશની અંદર વધી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનો સામે એક્શન મોડમાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ દેશની અંદર કાર્યરત ઘણા જેહાદી વિદ્યાર્થી સંગઠનોનો પર્દાફાશ કર્યો છે. આ સંબંધમાં એનઆઇએએ આજે દક્ષિણ ભારતમાં ૧૯ સ્થળો પર દરોડા પાડ્યા છે, જે હજુ પણ ચાલુ છે. દરોડા દરમિયાન એક યુવકની અટકાયત કરવામાં આવી છે.


દરોડા દરમિયાન, એનઆઇએ દ્વારા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુરની કોલેજમાંથી ધરપકડ કરાયેલ શંકાસ્પદ યુવક એક વિદ્યાર્થી હોવાનું કહેવાય છે, જેની એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અટકાયત કરાયેલ યુવક વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જૂથો દ્વારા જેહાદી વિદ્યાર્થી સંગઠનોના સંપર્કમાં હતો.


ગુપ્તચર માહિતી અનુસાર, વિદ્યાર્થીની આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની આશંકાને કારણે એનઆઇએની ટીમ સવારે ૪ વાગ્યે અચલપુરના અકબરી ચોક બિયાબાની ગલી પહોંચી હતી. એનઆઈએ સ્થાનિક એટીએસ અને જિલ્લા પોલીસની ટીમ સાથે મળીને વિસ્તારમાં તપાસ કરી અને શંકાસ્પદ વિદ્યાર્થીની અટકાયત કરી.



એનઆઇએ ની ટીમ ૧૫ વાહનોના કાફલા સાથે દરોડા માટે બિયાબાની ગલી પહોંચી હતી. ૧૩ ડિસેમ્બરે પણ એનઆઇએએ બેંગલુરુમાં ૫ થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. એનઆઇએનો આ દરોડો આતંકવાદી ષડયંત્રના કેસ સાથે સંબંધિત હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application