આગામી 6 કલાક સૌરાષ્ટ્ર માટે અતિભારે, કચ્છના જખૌ નજીક ટકરાતાં બીપોરજોય બન્યું વિકરાળ

  • June 15, 2023 08:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી 6 કલાક સૌરાષ્ટ્ર માટે અતિભારે, બીપોરજોય ટકરાતાં બન્યું વિકરાળ


ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ દસ્તક આપી છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દ્વારકામાં પણ ચક્રવાતની અસરથી વૃક્ષો ધરાશાયી થયા છે. 

ચક્રવાત આજે કચ્છના કાંઠે હિટ થયું છે. ઘણા સમય બાદ એવું બન્યું છે કે આટલો લાંબો સમય કોઈ વાવાજોડું અરબ સાગરમાં સક્રિય રહ્યું હોય, હાલ તંત્રએ બીપોરજોય સામે ટકી રહેવા તમામ તૈયારી કરી લીધી છે. હજારો લોકોના સ્થળાંતરણ કરવામાં આવ્યા છે. અને NDRF તથા સેનાની ત્રણેય પાંખોના જવાનો મદદે આવ્યા છે. 

હાલ રિપોર્ટ મુજબ આગામી 6 કલાક ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કચ્છ જામનગર દ્વારકા પોરબંદર મોરબી અને રાજકોટ માટે વધુ ભયાનક રહેશે હાલ સૌરાષ્ટ્ર ભરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application