WhatsApp Webમાં આવ્યું નવું અપડેટ View Once

  • July 18, 2021 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપએ એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે એક નવું વ્યૂ વન્સ ફીચર લોન્ચ કર્યું. આ એક ખૂબ જ મજેદાર ફીચર છે. ખાસ કરીને એ યૂઝર્સ માટે બનાવ્યું છે જે પોતાના મેસેજ અને ચેટિંગને સિક્યોર રાખવા માગે છે. આ ફીચરથી ફોટો અને વીડિયો એકવાર જોયા પછી આપમેળે ડિલીટ થઈ જાય છે.

 

WhatsApp વેબ અને ડેસ્કટૉપ યૂઝર્સ માટે આ નવું ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. જે ફીચર જલદી જ IOS યૂઝર્સને પણ ઓફર કરવામાં આવશે. આ સુવિધા હાલમાં જ એક Android બીટા વર્ઝન પર જોવા મળી રહ્યું છે. જો કે, હાલ આ મોબાઈલ યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી થયું. હાલ WhatsApp Web પર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. યૂઝર્સ આ ફીચરને નવા વર્ઝન 2.1226.11 પરથી મેળવી શકે છે જેને વ્હોટ્સએપના વેબ પ્લેટફોર્મ માટે તબક્કાવાર રોલ આઉટ કરવામાં આવશે.

 

નવા વ્યૂ વન્સ ફીચરનો ઉપયોગ મોકલેલા ફોટો અને વીડિયો એકવાર ઓપન કર્યા પછી ડિલીટ થઈ જશે. તે સિવાય જો આ નવું ફીચર યૂઝર્સના વ્હોટ્સએપ અકાઉન્ટ માટે પહેલાથી ઉપલબ્ધ છે તો તેમને મીડિયા મોકલતા સમયે View Once બટન જોવા મળશે. વ્હોટ્સએપે ગયા વર્ષે એક Disappearing Messages ફીચર લોન્ચ કર્યું હતું. જો સાત દિવસ બાદ યૂઝર્સની ચેટને ડિલીટ કરવાની મંજૂરી આપે છે. જો કે, વ્હોટ્સએપ હજુ પણ આ સુવિધા સાથે સ્ક્રીનસોટ ડિટેક્શન એલર્ટ આપતું નથી. એનો મતલબ છે કે કોઈ યૂઝર એકવાપ ફીચરથી મોકલેલા કન્ટે્ન્ટનો સ્ક્રીનશોર્ટ લે છે અને યૂઝર્સની જાણકારી વગર તેનો રેકોર્ડ રાખી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application