નવી સ્માર્ટવોચ : Mi Watch Revolve એક્ટિવ ભારતમાં લોન્ચ

  • June 15, 2021 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમઆઈ ઈન્ડિયાની નવી સ્માર્ટવોચ Mi Watch Revolve Active 22 જૂનના રોજ ભારતમાં લૉન્ચ થવા જઈ રહી છે. આજ દિવસે એમઆઈ 11 લાઈટ સ્માર્ટફોન પણ ભારતમાં લોન્ચ થશે. Mi Watch Revolve Activeને એમેઝોન ઈન્ડિયા અને શાયોમીની આધિકારિક વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવી છે. નવી વોચ Mi Watch Revolve અપગ્રેડેડ વર્ઝન હશે જેને ગયા વર્ષે સર્ક્યુલર ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવી હતી.  

 

Mi Watch Revolve Activeમાં બ્લડ ઓક્સિજન મોનિટર માટે SpO2 કેન્સર અને હાર્ટ રેટ મોનિટર જેવા અનેક ફીચર્સ મળશે. આ વોચનું વેચાણ એમેઝોન પર થશે અને લોન્ચિંગ 22 જૂનના 12:00 કરવામાં આવશે. એમઆઈની આ સ્માર્ટ વોચની ટક્કર રિયલમી, એમેઝફીટ અને વન પ્લસની સ્માર્ટ વોચ સાથે થશે.  

 

આ વોચમાં SpO2 સેન્સર સિવાય એમેઝોન એલેક્સાનો સપોર્ટ પણ મળશે. આ સિવાય તેમાં કોલ અને એપના નોટીફીકેશન પણ મળશે. સાથે જ તેમાં એમઆઈ વોચ રિવોલ્વ એક્ટિવમાં ઈન બિલ્ટ જીપીએસ અને બોડી એનજી મોનિટર પણ હશે. 

 

Mi Watch Revolve Activeમાં અનેક સ્પોર્ટ્સ મોડ અને મલ્ટીપલ વોચ ફેઝ આપવામાં આવશે. વોચમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્લીપ મોનીટરીંગ ફીચર પણ આપવામાં આવશે. સ્ટ્રેપ માટે અનેક પ્રકારના વિકલ્પ આપવામાં આવશે. તેના ફિચર અમુક હદ સુધી પહેલા મોડલ જેવા જ હશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021