કચ્છના અંજારમાં ભાજપ શાસિત નગરપાલિકામાં નવું કૌભાંડ

  • May 22, 2020 02:57 PM 1402 views

કચ્છના અંજારમાં ભાજપ શાસિત નગરપાલિકામાં નવું કૌભાંડ સામે આવ્યું છે જમીનમાં કેબલ પાથરતી વખતે મજૂરી લઈ નાણા ભરપાઈ કરવાના હોય પરંતુ કંપની અને પાલિકાના હોદ્દેદારોએ સાંઠગાંઠ કરી ગટરની લાઈનમાં કેબલ પાથરી ગોલમાલ આચરી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે અંજારના ગંગા નાકા પાસે ગટર ઉભરાતા તપાસ કરવામા આવી હતી જેમાં કોરોના કહેર વરચે ફાઈબર કેબલ કૌભાંડ બહાર આવ્યું છે અંજાર નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું કે,ગંગા નાકા પાસે ગટર ઉભરાઈ હતી જેથી ખોદકામ ચાલુ હતું સ્થળ પર જઈ તપાસ કરતા ગટરની ચેમ્બરમા જીઓકંપનીના કેબલ ગટરની પાઇપ મા જોવા મલ્યા,હકીકતમાં કેબલ પાથરવા નગરપાલિકાની મંજૂરી લઈ જમીનમાં ખોદકામ કરી પાથરવાના હોય છે પરંતુ શાસકોએ મીલિભગત કરી પાઇપ ગટરની લાઈનમાં પાથરી લાખો રૂપિયાની કટકી કંપની પાસેથી કરી છે ત્યારે તપાસ કરવાની માંગ કરાઈ છે 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application