'નો બોલ' માટેના નિયમો બદલાયા, જાણો શું છે નવો નિયમ

  • February 12, 2020 09:37 AM 90 views

ક્રિકેટ મેચમાં નો બોલ માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. ICC દ્વારા આ નવા નિયમની અમલવારીની જાણ કરવામાં આવી છે. આ નિયમ અમલમાં મુકી આઈસીસીને આશા છે કે તેનાથી  નો બોલ પર સચોટ નિર્ણય લઈ શકાશે. આ નવા નિયમ સાથે નો બોલની એક ટ્રાયલ પણ કરવામાં આવી જેમાં સફળતા મળી છે. 

 

નો બોલની નવી ટેકનીકનો ઉપયોગ મહિલા ટી-20 વર્લ્ડ કપમાં કરવામાં આવશે. આ નવા નિયમ અનુસાર હવે અમ્પાયર દરેક બોલ પર બોલરનો ફ્રન્ટ ફૂટ ચેક કરશે અને નો બોલ અંગે ફિલ્ડ અમ્પાયરને જાણકારી આપશે. આ નિયમ બાદ હવે થર્ડ અમ્પાયર  નો બોલ પર ફિલ્ડ અમ્પાયરની સલાહ વગર કોઈ નિર્ણય નહીં લઈ શકે. આઈસીસીએ આ નિયમ અમલમાં મુકવાની સાથે જણાવ્યું હતું કે આ ટેકનીકનો ઉપયોગ અન્ય 12 મેચ દરમિયાન કરવામાં આવ્યો છે જેમાં 13 બોલ નો બોલ પડ્યા હતા અને આ તમામના નિર્ણય સાચા લેવાયા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application