ચીન જાસૂસીકાંડમાં નવો ઘટસ્ફોટ: 6000 આર્થિક અપરાધીઓની પણ જાસુસી

  • September 16, 2020 11:41 AM 381 views

વડાપ્રધાન મોદી સહિત ભારતીય લોકોની જાસૂસીકાંડમાં દિન પ્રતિદિન નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી, સરકારી બાબુઓ, બિઝનેસમેન બાદ હવે લિસ્ટમાં નવા નામોનો ઉમેરો થયો છે. અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે ચીન વડા પ્રધાન કાયર્લિયના અધિકારીઓ, રાજ્યોનાં ડીજીપી અને મુખ્ય સચિવો સહિત 370થી પણ વધારે લોકોની જાસૂસી કરી રહ્યું છે. એટલું જ નહીં એવી પણ માહિતી સામે આવી છે કે ચીન 6000 આર્થિક અપરાધીઓની પણ જાસૂસી કરી રહ્યું છે. જેમાં આઈપીએલમાં સટ્ટો રમાડનારથી માંડીને મોબાઈલ ચોરો સુધીની પણ જાસૂસી કરી રહ્યું છે. આ મામલે ભારતીય સંસ્થા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


ચીન પી.એમ.ઓ.નાં અધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યોનાં ડીજીપી, મુખ્ય સતકર્િ આયોગ, વિદેશ વિભાગનાં અધિકારીઓ, વિત્ત મંત્રાલયના અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ચીન પી.એમ.ઓ.ના અડધા ડઝનથી પણ વધારે અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે. જે સીધા પીએમ મોદી હેઠળના મંત્રાલયોમાં કામ કરે છે. એટલું જ નહીં, ચીન ઓછામાં ઓછા 23 મુખ્ય સચિવ અને 15 ડીજીપીની પણ જાસૂસી કરી રહ્યું છે. આ નોકરશાહો મુખ્ય રીતે પ્રાકૃતિક સંસાધનો, શહેરી વિકાસ, વિત્ત, કાનૂન વ્યવસ્થા સહિતના વિભાગોમાં કામ કરે છે.


પહેલાં દિવસે અંગ્રેજી અખબારના ખુલાસા પ્રમાણે ચીન પીએમ મોદી સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો સહિતના 10 હજારથી પણ વધુ લોકોની જાસૂસી કરી રહ્યું છે. બીજા દિવસે ભારતમાં સ્ટાર્ટઅપ અને સફળ બિઝનેસ કંપ્નીઓ જેવી કે રિલાયન્સ સહિતની કંપ્નીઓમાં પણ ચીની કંપ્ની દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. ત્યારે ન ફક્ત સરકાર અને બિઝનેસ આ ઉપરાંત ચીન આર્થિક ગુનેગારોની પણ જાસૂસી કરી રહ્યું છે. જેમાં આઈપીએલમાં સટ્ટો રમાડનારથી માંડી મોબાઈલનો ફોન ચોરનાર લોકોની પણ જાસૂસી કરી રહ્યું છે.ચીનની કંપ્ની શેનઝેન ઈન્ફોટેક અને ઝેન્હુઆ ઈન્ફોટેક આ જાસૂસીને અંજામ આપી રહ્યું છે. શેનઝેન ઈન્ફોટેક કંપ્ની આ જાસૂસી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર માટે કરી રહી છે. આ કંપ્નીનું કામ બીજા દેશો પર નજર રાખવાનું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application