કોરોનાકાળમાં દેખાયો અનોખો ક્ષુદ્ર ગ્રહ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આકાશગંગામાં આમ તો રોજ અવનવી ઘટનાઓ ઘટતી હોય છે.પરંતુ કેટલીક ઘટનાઓ એવી બને છે કે જે આપણને વિચારમાં મૂકી દે છે એવી એક ઘટના હાલમાં અંતરિક્ષમાં જોવા મળી છે. જ્યાં એક ક્ષુદ્ર ગ્રહ અચાનક ધૂમકેતુમાં પરિવર્તિત થઈ ગયો્ ખગોળવિદો ના જણાવ્યા પ્રમાણે ક્ષુદ્ર ગ્રહનાં લક્ષણો પરિવર્તનના કારણે આવું થયું છે આ બાબત પર ભાર પૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

 

નાસાએ પોતાના ઘણા ટેલિસ્કોપ એટલાસ દ્વારા ક્ષુદ્ર ગ્રહોની જાણકારી મેળવી છે. એટલlસ દ્વારા ક્ષુદ્ર ગ્રહોને શોધી શકાય છે જે પૃથ્વી સાથે ટકરાવાની કોશિશ કરી રહ્યા હોય. આ શોધ દરમિયાન નસાને એક એવો વિચિત્ર ક્ષુદ્ર ગ્રહ મળ્યો છે જેની સપાટી કઠોર પર્વત જેવી હોવાના કારણે પૂછડિયા તારાની જેમ પૂંછડી ધરાવે છે. અત્યાર સુધીમાં પાસાને 40 પ્રકારના ક્ષુદ્ર ગ્રહો મળ્યા છે. 

 

આ ક્ષુદ્ર ગ્રહને 2019ld નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વખત આ ગ્રહ જૂન 2019માં જોવા મળ્યો હતો. એટલસ એ ફરી જુલાઈમાં પણ તેને જોયો હતો. ત્યારે તેની પાછળ ધૂળ અને ગેસની પૂછળી જોવા મળી હતી. પરંતુ આ પૃથ્વીની જગ્યાએ સૂર્યની પાછળ જતો રહ્યો હતો. આ માટે વૈજ્ઞાનિકોને અભ્યાસનો સમય મળ્યો ન હતો. હવે આ ગ્રહ 2020માં ફરી એકવાર નજરે પડ્યો છે.આ ક્ષુદ્રગ્રહની પુછડી તારાની જેમ એક ગેસ અને દૂધની પૂછડી છે જે ઓછામાં ઓછી એક વર્ષથી અસ્તિત્વમાં છે.

 

આવા ક્ષુદ્ર ગ્રહ તે જ કક્ષામાં સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે, જે ગ્રહ નો હોય છે આ ગ્રહ પોતાના ગ્રહથી 60 ડિગ્રી આગળ હોય કે પછી પાછળ હોય છે, તે ટ્રોજન ક્ષુદ્રગ્રહ કહેવામાં આવે છે,  ટ્રોજન ક્ષુદ્ર ગ્રહોની સપાટી નીચે મોટી માત્રામાં બરફ હોઈ શકે છે. શુદ્ર ગ્રહમાં અચાનક આવેલા બદલાવથી જાણવા મળ્યું છે કે તેમાં અચાનક જ બરફ, ધૂળ અને ગેસ નીકળવા લાગ્યા છે.

 

ક્ષુદ્રગ્રહ મોટી શિલાઓ હોય છે જે મોટી સંખ્યામાં મંગળ અને બૃહસ્પતિ ગ્રહની નીચે સૂર્યના ચક્કર લગાવે છે ,કેટલાક ક્ષુદ્ર ગ્રહો પૃથ્વીની પાસે થી પસાર થાય છે, જ્યારે ધૂમકેતુ બરફ, ધૂળ અને ગેસથી બનેલા હોય છે,અને પાછળ એક લાંબી પૂંછડી છોડતા હોય તેમ આગળ વધી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS