"કમલ કા ફૂલ હમારી ભૂલ" રૂપાલાના વિરોધ માટે ક્ષત્રિયોનો નવો પ્લાન, દેશભરમાં કેમ્પેઈન શરુ કરવાની આપી ચીમકી

  • April 06, 2024 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસો પહેલા રાજકોટના લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ એક સામાજિક કાર્યક્રમમાં ક્ષત્રિયો મામલે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ બાદ ગુજરાતભર માંથી ક્ષત્રિયો દ્વારા તેમની ઉમેદવારી પાછી ખેચવાની માંગ ઉઠી હતી, જો કે તેમની માંગ મામલે કોઈ પગલા ન લેવાતા ક્ષત્રિય સમાજની 5 મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે રાજકારણમાં સળગતો ક્ષત્રિયો અને પરશોત્તમ રુપાલા વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે.


ક્ષત્રિયાણીઓએ 2 દિવસનો સમય આપ્યો હતો, જેની મુદ્દત પૂરી થતા આજે તેઓ ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવાના હતા, આજ સવારથી તે તમામ મહિલાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારે આ મહિલાઓને મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા આજે અમદાવાદના બોપલ ખાતે પહોંચ્યા હતા. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કર્યા બાદ બંનેને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર લઇ જવાયા છે.


મહિપાલસિંહ મકરાણા આત્મવિલોપનનો નિર્ણય બદલવા માટે અપીલ કરવાના હતા. મહિલાઓએ લીધેલો આ નિર્ણય પરત ખેંચવા માટે અપીલ કરવાના હતા. પરંતુ પોલીસે મહિપાલસિંહ મકરાણાને ક્ષત્રાણિયોને મળવા દીધા ન હતા. તેમણે જણાવ્યુ કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપે પરિણામ ભોગવવું પડશે. અમે ‘કમળનું ફૂલ, અમારી ભૂલ’ સૂત્ર લઈને નીકળીશું. મોદી અને શાહે  રૂપાલા અંગે નિર્ણય લેવો જ પડશે. આ ઉપરાંત નિર્ણય નહીં લેવાય તો 24 રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ પ્રચારની પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application