ઉપલાકાંઠાને ફરી અન્યાય: પચ્છિમ-દક્ષિણનો દબદબો

  • March 12, 2021 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી તેમાં ઉપલા કાંઠાને ફરી અન્યાય કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ રાજકોટ અને દક્ષિણ રાજકોટનો દબદબો રહ્યો છે. મહાપાલિકાના મુખ્ય પાંચ પદમાંથી એકપણ પદ પૂર્વ રાજકોટને આપવામાં આવ્યું નથી આથી પદાધિકારીઓની વરણીમાં ઉપલા કાંઠાને અન્યાયની રાજકીય પરંપરા આજે વધુ એક વખત આગળ ધપી હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. ઉપલા કાંઠાના વોર્ડ નં.4, 5, 6, 15 અને 16ના ભાજપ્ના કાર્યકતર્ઓિમાં આ બાબત ચચર્નિો વિષય બની છે.

 


મેયરપદે નિયુકત થયેલા પ્રદિપ ડવ વોર્ડ નં.12માંથી ચૂંટાયા છે, વોર્ડ નં.12નો અમુક હિસ્સો પશ્ર્ચિમ રાજકોટમાં આવે છે અને અમુક હિસ્સો દક્ષિણ રાજકોટમાં આવે છે છતાં મહદઅંશે તે વેસ્ટ ઝોન હેઠળનો વોર્ડ ગણી શકાય. વિધાનસભાના મતક્ષેત્ર અનુસાર જોઇએ તો વોર્ડ નં.12ના અમુક બુથ પશ્ર્ચિમમાં અને અમુક દક્ષિણમાં આવે છે આથી મેયર પશ્ર્ચિમ-દક્ષિણ રાજકોટના વોર્ડમાંથી આવ્યા છે.

 


ડેપ્યુટી મેયરપદે નિયુકત થયેલા ડો.દર્શિતા શાહ વોર્ડ નં.2માંથી ચૂંટાયા છે અને તે મતવિસ્તાર રાજકોટ પચ્છિમ વિધાનસભા વિસ્તાર હેઠળ સમાવિષ્ટ છે.
સ્ટેન્ડિંગ ચેરમેનપદે નિયુકત થયેલા પુષ્કર પટેલ વોર્ડ નં.9માંથી ચૂંટાયા છે અને તે મત વિસ્તાર પણ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા વિસ્તાર હેઠળનો છે.
શાસક પક્ષના નેતા પદે નિયુકત થયેલા વિનુભાઇ ધવા વોર્ડ નં.17માંથી ચૂંટાયા છે જે દક્ષિણ રાજકોટ વિધાનસભા હેઠળનો વિસ્તાર છે. તદ્ઉપરાંત શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા વોર્ડ નં.13માંથી ચૂંટાયા છે તે પણ દક્ષિણ રાજકોટ વિધાનસભા હેઠળનો વિસ્તાર છે.

 

સંગઠન હોય કે સત્તાપાંખ રાજકોટ મામલે વિજયભાઇનું ધાર્યું જ થયું


રાજકોટ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણીની વાત હોય કે રાજકોટ મહાપાલિકામાં શાસકપક્ષ ભાજપ્ના પદાધિકારીઓની નિમણૂકની વાત હોય રાજકોટ મામલે દરેક તબકકે વિજયભાઇ પાણીનો હાથ જ ઉપર રહ્યો છે તે બાબત દરેકે સ્વીકારવી જ પડે તેમ છે. મુખ્યમંત્રીના હોમટાઉના મામલાઓમાં પ્રદેશ ભાજપે પણ મુખ્યમંત્રીના અભિપ્રાય અનુસાર જ કાર્યવાહી કરવી પડી છે તે વધુ એક વાર પૂરવાર થયું છે.

 

રાજકોટ શહેર ભાજપ સંગઠનના મામલે નામોની પેનલ મોકલવાની હતી ત્યારે રાજકોટમાંથી ફકત કમલેશ મિરાણીનું એક જ નામ મોકલવામાં આવ્યું હતું અને તે પસંદ થયું હતું તેની પાછળ પણ વિજયભાઇનો જ હાથ છે તે બાબત સર્વવિદિત છે. જયારે પદાધિકારીઓની વરણીમાં પણ વિજયભાઇની પસંદગી અનુસારના કોર્પોરેટરોને જ તક મળી છે તે પણ નિમણૂક સાથે જ સૌને સમજાઇ ગયું છે.

 

સ્ટેન્ડિંગ કમિટી કોંગ્રેસ મુકત વિપક્ષી નેતા પદ અપાશે


રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિ કોંગ્રેસ મુકત બની ગઇ છે. વિપક્ષના એકપણ સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. આજે સ્ટેન્ડિંગ સભ્યોની નિમણૂક થયા બાદ કમિટિની પ્રથમ બેઠક મળી હતી જેમાં પુષ્કર પટેલે ચેરમેનપદે પદ ગ્રહણ કર્યું હતું.

 


સ્ટેન્ડિંગ કમિટિમાં જેમનો સમાવેશ કરાયો છે તેમાં ચેરમેનપદે પુષ્કર પટેલ, મનિષ રાડીયા, બાબુ ઉધરેજા, ચેતન સુરેજા, નિતિન રામાણી, અલ્પેશ મોરઝરીયા, જયમીન ઠાકર, નેહલ શુકલ, નૈનાબેન પેઢડીયા, દુગર્બિા જાડેજા, ભારતીબેન પરસાણા અને ભારતીબેન પાડલીયાનો સમાવેશ થાય છે.

 


આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, પદાધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની વરણીમાં નવા અને જુના યુવા અને અનુભવી તેવું કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે. નવી ટીમ માટે તક અને પડકાર બન્ને રહેશે. શહેર ભાજપ સંગઠન અને સિનિયરોનું નવા પદાધિકારીઓને સતત માર્ગદર્શન રહેશે. આ તકે તેમણે ઉમેર્યું હતું કે સ્ટેન્ડિંગમાં વિપક્ષને સ્થાન અપાયું નથી પરંતુ રાજકીય ઉદારતા દાખવીને વિપક્ષી નેતા પદ અપાશે. અલબત આ માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે તેમના વિપક્ષી નેતાનું નામ લેટરપેડ પર લખીને મોકલવાનું રહેશે ત્યારબાદ જેતે કોર્પોરેટરને વિપક્ષી નેતા પદ માટે માન્ય ગણાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS