કલેકટર કચેરીમાં પાસ કઢાવવા નવેસરથી લાંબી લાઈનો

  • April 07, 2020 03:45 PM 261 views

લોક ડાઉનની સ્થિતિમાં ઘરથી બહાર નીકળવા માટે આવશ્યક ચીજ વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ, ડોક્ટરો અને ફરજ પરના સ્ટાફ માટે પાસ કાઢવાની વ્યવસ્થા રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી. મહાનગર પાલિકાની વોર્ડ ઓફીસમાંથી આડેધડ પાસ કઢાયા હોવાની ફરિયાદ કાયદો-વ્યવસ્થાની કામગીરી સાથે જોડાયેલા તંત્ર દ્વારા કરવામાં આવતા રાજકોટ જિલ્લા કલેક્ટરે મહાનગરપાલિકાના અને તેની વોર્ડ ઓફિસ દ્વારા કાઢવામાં આવેલા તમામ પાસ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. અને જે લોકોએ મહાનગર પાલિકા કચેરીમાંથી અથવા તો વોર્ડ ઓફીસમાંથી પાસ કઢાવ્યો હોય તેમણે નવેસરથી કલેકટર કચેરીમાંથી પાસ કરાવવાના રહેશે તેવો આદેશ કરતા આજે નવી કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો નવો પાસ કઢાવવા માટે નવેસરથી લાઈનમાં ઊભા રહી ગયા હતા.


જૂની વ્યવસ્થા રદ કરાતા અને નવી વ્યવસ્થા અમલમાં આવતા લોકોની ભીડ વધી જશે અને તેના કારણે કલેકટર તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ડી.આઈ.એલ.આર ના ૧૫ સભ્યોની ટીમને ખાસ પાંસ માટેની વ્યવસ્થાની કામગીરી સોંપવામાં આવી છે. આજે નવી કલેકટર કચેરી ખાતે સવારથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ત્યાં ફરજ પરના સ્ટાફે તેમને એક ૧ મીટરનું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લાઈનમાં ઊભા રાખી દીધા હતા .ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો પાસ મેળવવા માટે લાંબો સમય સુધી કતારમાં ઉભા રહ્યા હતા પરંતુ તેના વગર છૂટકો પણ નહોતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application