ટ્વિટરના હેડક્વાર્ટરમાંથી નવો લોગો  X હટાવ્યો, આપ્યું આ કારણ

  • August 01, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલોન મસ્કે થોડા દિવસો પહેલા સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટ્વિટર હેડક્વાર્ટરમાં નવો લોગો લગાવ્યો હતો. હવે આ લોગો હટાવી દેવામાં આવ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. નજીકમાં રહેતા લોકોએ લાઇટિંગ સાથે X લોગોને કારણે થતી સમસ્યાઓ વિશે જણાવ્યું.


એલોન મસ્કે લગભગ એક અઠવાડિયા પહેલા ટ્વિટરનું નામ બદલીને X કર્યું ત્યારથી કંપની દરેક જગ્યાએ X બ્રાન્ડિંગ લાગુ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્કને મોટો આંચકો લાગ્યો છે. સવારે બહાર આવેલી માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ ટ્વિટર હેડક્વાર્ટરની ઇમારત પર લગાવવામાં આવેલ લાઇટિંગ સાથેનો આકર્ષક X લોગો હટાવી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા સાન ફ્રાન્સિસ્કો સ્થિત હેડક્વાર્ટરમાં નવો લોગો લગાવવામાં આવ્યો હતો. આસપાસના ઘણા લોકોએ આ નવા લોગો વિશે ફરિયાદ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ લોગોની લાઇટ રાત્રે વધુ ખલેલ પહોંચાડે છે.


ફરિયાદ પછી જ્યારે ઇન્સ્પેક્ટરે છત પર પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે ટ્વિટર છત પર જવાનો સતત ઇનકાર કરી રહ્યું છે. જણાવ્યું કે છત પરનો લોગો એક ઇવેન્ટ હેઠળ લગાવવામાં આવ્યો છે જે અસ્થાયી છે. સાન ફ્રાન્સિસ્કો ડિપાર્ટમેન્ટ ઑફ બિલ્ડિંગ ઇન્સ્પેક્શન અને સિટી પ્લાનિંગના કમ્યુનિકેશન ડિરેક્ટર પેટ્રિક હેનને પુષ્ટિ આપી હતી કે ટ્વિટરનું હેડક્વાર્ટર ધરાવતી બિલ્ડિંગને પહેલેથી જ નોટિસ આપવામાં આવી હતી. એક સપ્તાહ દરમિયાન વિભાગને 24 જેટલી ફરિયાદો મળી હતી. આ પછી અમે આ લોગોને દૂર કરવાના છીએ. અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગ માલિક પર દંડ પણ વસૂલવામાં આવ્યો છે.


એલોન મસ્કે તાજેતરમાં બિલ્ડિંગ પર નવા લોગોના સેટઅપ પછી એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં ટ્વિટરનો લોગો એરિયલ વ્યૂમાં બતાવવામાં આવ્યો હતો. તેમજ રાત્રિના સમયે તે ખૂબ જ તેજ સાથે દેખાતું હતું. ઈલોન મસ્કે જુલાઈના છેલ્લા સપ્તાહમાં માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરનું નામ બદલીને X કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે કંપનીએ બ્લુ બર્ડ લોગોની જગ્યાએ X લોગોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પહેલા વેબ વર્ઝન પર આ ફેરફાર લાગુ કર્યો, પછી મોબાઈલ એપ માટે આ અપડેટ રીલીઝ કર્યું. ઈલોન મસ્કે ટ્વિટરની ટ્વીટને પોસ્ટમાં બદલી છે. થોડા દિવસો પહેલા આ અંગેની માહિતી પણ સામે આવી હતી હવે X પર ટ્વીટની જગ્યાએ પોસ્ટ જોઈ શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application